Back

અમીરગઢ તાલુકામાં ડેરી પ્રા. શાળા માં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત આદિજાતિ જન વિકાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી

આજરોજ  અમીરગઢ તાલુકામાં ડેરી   પ્રા. શાળા માં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત આદિજાતિ જન વિકાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લોકોના ઘર-ઘર પહોંચાડવાના હેતુથી શાળાના પ્રાંગણ માં ડેરી ગામ તેમજ આજુબાજુ ગામના લોકો ને આધારકાર્ડ, મફતમાં બેન્ક ખાતા ખોલાવવું, વિધવા સહાય યોજના ,આયુષ્યમાંન ભારત યોજના કાર્ડ,પ્રધાન મંત્રી આવાસ યોજના, કુવરબાઈ નું મામેરું યોજના,માનવ ગરિમા યોજના, PM કિસાન યોજના, ટીબી કેન્સર ,સિકલસેલ તથા દિવ્યાંગ ના ફોર્મ ભરવા વિગેરેનો લાભ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા.આદિજાતિ વિકાસ ના મદદનીશ કમિશનર શ્રી પીયૂષભાઈ સકશેના સાહેબ ,આરોગ્ય વિભાગ ના હમીદભાઈ મનસુરી,પંકજ કરણ,હરેશ પ્રજાપતિ, ડેરી પંચાયતના તલાટી સાહેબ શ્રી સંજયભાઈ ભોજક તથા જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તથા ICDS સુપર વાઇઝર રેખાબેન તેમજ આગણવાડી કાર્યકર બહેનો વિગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા.


વાત્સલ્ય ન્યૂઝ અમીરગઢ

રિપોર્ટર : બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..