Back

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયો રાજકોટ લીડર્સ સેમીનાર

રાજકોટબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરદ્વારા તા.૨૨-૦૧-૨૦૨૦, બુધવારે રાજકોટ શહેરના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ કુશળ પથદર્શકો માટે ‘રાજકોટ લીડર્સસેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના ૨૦૦૦ જેટલા લીડર્સઉપસ્થિત રહ્યાં હતાં. 

                   પ્રગતિશીલ રાજકોટનાઆ લીડર્સસમક્ષ કાર્યક્રમની શરૂઆતમાં પ્રેરણાત્મક વીડિઓ શો રજૂ કરવામાં આવ્યો હતો. ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા માંગલિકમંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સદગુરુવર્ય સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથીસેમિનારની શુભ શરૂઆત કરવામાં આવી.તેઓએ આશીર્વાદ આપતા જણાવ્યું કે,સારી પ્રગતિ માટે સીડી સમાન ભગવાન જ છે.દરેક કાર્ય ભગવાનને કેન્દ્રમાં રાખી કરવા જોઈએ જેથી કાર્યનો ભાર ન રહે.સંપૂર્ણ જીવસૃષ્ટિ માટે સારું થાય તેવું કાર્ય કરવું એ દરેક માનવીની ફરજ છે એ માટે આપણું જીવન પ્રમાણિક અને સંયમ વાળુ હોવું જોઈએ.

                   રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિસ્વામીએ‘LADDER FOR A LEADER’વિષય પર પ્રેરક વક્તવ્યનોલાભ આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે,‘પરિવર્તનનો પ્રારંભ પોતાનાથી જ થાય છે અને આ પરિવર્તનનો પ્રારંભ પ્રેરકથી લઈને પ્રેરણા મેળવનાર તરફનો હોવો જોઈએ. એક લીડર માટે માતૃત્વ, પિતૃત્વપુત્રત્વ, બંધુત્વ અનેનેતૃત્વના ગુણો ખુબ જરૂરી છે.’ તેઓએ લીડરને આગળ વધવા માટેના નીચે આપેલા કુલ ૯ મુદ્દાઓ પર પ્રેરક વિડીયો દ્વારા ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

(1) Always Improve & Enhance Your Capacity.

(2) Accept & Offer Constructive Suggestions.

(3) Stand For A Vision & Run For A Mission.

(4) Delegate & Distribute Responsibilities.

(5) Forgive & Forget Faults Of Friends.

(6) Encourage & Appreciate All.

(7) Goes The Way & Shows The Way.

(8) Use Hand, Head & Heart Where Requires.

(9) Think Globally Act Locally.


પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના ‘LADDER FOR A LEADER’વિષય પરના ઉદ્દબોધનના કેટલાક મુખ્ય અંશો:

Ø સારા બનવા માટે સારું વાંચન જરૂરી છે.

Ø સ્વયંનીક્ષમતાની સાથે સાથીઓની ક્ષમતા વધારે એ જ ખરો લીડર છે.

Ø પ્રસંશાનાપત્રોનેફાડીનેપરિવર્તનનાપત્રોનેસાચવતાશીખીએ.

Ø લીડર સ્વપ્નદ્રષ્ટા અને દીર્ઘદ્રષ્ટા હોવો જોઈએ.

Ø તમારા સાનિધ્યથી તમારા સાથીઓ સફળતાનાસપના જોતા શીખે એ સફળ લીડર.

Ø સાથેના લોકોના કાર્યની પ્રસંશા કરતા શીખીએ.

Ø યોગ્ય વ્યક્તિને યોગ્ય કાર્યની વહેંચણી દરેક કાર્યને સુયોગ્ય બનાવે છે.

Ø ન ભાવતા ને નભાવતાઆવડે એનું નામ જ લીડર.

Ø સફળતાનો શ્રેય પોતાના સાથીઓને આપતા શીખીએ.

Ø મોબાઈલ જેવી નિર્જીવ વસ્તુને પણ ચાર્જ કરવી પડે છે. જ્યારે સંબંધો તો સજીવ છે, એને સમયે સમયે પ્રેમથી ચાર્જ કરતા શીખીએ.

Ø સાથીઓને ઉત્સાહિત કરતા અને પ્રસંશા કરતા શીખીએ.

Ø સ્વયંની પ્રગતિ સાથે સાથીઓની પ્રગતિ પણ જરૂરી છે.

Ø સર્વપ્રકારેસાથીઓની મદદ કરવાની ભાવના વિકસાવવી.

Ø સાચા લીડર પોતાના શુદ્ધ વર્તન દ્વારા જ સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

Ø વૃત્તિ સારી હશે તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રસંશનીય બની રહેશે.

 

 

 

 

 

 


                  

 

 

 

                   

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..