Back

ધાનેરા ડી.પી. પારેખ હાઇસ્કુલ આગળ લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો

રિપોર્ટર (કાળાભાઈ ચૌધરી)

ધાનેરામાં અગ્રવાલ હોસ્પિટલ પાસે રેલવે પુલનું કામ ચાલતું હોવાથી તંત્ર દ્વારા મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવે છે

પરંતુ મોટા વાહન ચાલકો ગામડાના રસ્તેથી ધાનેરા શહેર માં આવે છે અને ધાનેરા શહેરના રસ્તાઓ પર બેફામ ચાલે છે અને અકસ્માત સર્જે છે ગઇ કાલે પણ એક અકસ્માત સર્જાયો હતો

અને તેમાં બાળક ને પગના ભાગ ગંભીર ઇજા થવા પામી હતી ત્યારે લોકોની સાથે સાથે અબોલ પશુઓને પણ મોતને ઘાટ ઉતારે છે જેને લઇ આજે લોકો રોષે ભરાયા હતા ધાનેરાના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યુ હતું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું

અને તાત્કાલિક ઘટનાસ્થળે આવી મોટા વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ કરતા લોકોનો ગુસ્સો શાંત થયો હતો તો બોજી તરફ ધાનેરા ના ધાનેરા ઘારાસભ્ય એ પણ તંત્ર ને રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે લોકોની તકલીફ દૂર થાય તે માટે સ્થાનિક તંત્ર ને રજૂઆત કરી હતી

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..