Back

અંબાજી સરકારી હોસ્પીટલ પાસે ધમધમે છે કતલખાનું ! આ રહ્યા પુરાવા

  આઈ લવ માય ઇન્ડિયા ,આઈ લવ માય ગુજરાત ની વાતો નેટ પર અને સોશીયલ મીડિયા પર જોવા અને સાંભળવા મળે છે ,આખા વિશ્વ મા જેની ગણના થાય છે તે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગુજરાત અને ભારત દેશ નું ગૌરવ છે ,આ ધામ ની ધરતી ઉપર પગ મુકતા જ માતાજી ના આશીર્વાદ મળ્યા નો અનેરો આનંદ થાય છે , દેશ મા 2014 થી ભાજપ ની સરકાર છે ગુજરાત માં છેલ્લા 22 વર્ષ કરતા વધુ સમય થી ભાજપ ની સરકાર છે ,ગુજરાત ના પનોતા પુત્ર અને ભારત દેશ ના લોકપ્રિય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જ્યાં સુધી ગુજરાત ના મુખ્યમંત્રી રહ્યા ત્યા સુધી તેવો અંબાજી ધામ મા નવરાત્રી પર્વ મનાવવા આવતા હતા અને માતાજી ના દર્શન કરવા આવતા હતા ,હાલ ના ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી  પણ અંબાજી ધામ મા વર્ષ મા ત્રણ થી ચાર વખત માતાજી ના દર્શન કરવા આવે છે ,શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક ની અંબાજી મંદિર ની કોલેજ સામે જોડ વિસ્તાર મા જાહેર મા એક માથાભારે વ્યક્તિ તરફથી અહીં કતલખાનું ચાલી રહ્યું છે ,અહીં રોજના ઘણા પશુની કત્લેઆમ ચાલે છે તેમ છતાય પોલીસ ના ચોપડે અંબાજી ધામ મા કોઈજ કતલખાનું  નોંધાયેલું નથી અને નવાઈ ની વાત એ છે કે ધર્મ ના નામે ઝન્ડો લઇ ફરતા ધર્મપ્રેમી જનતા આ બાબતે મૌન છે 


   @@ અંબાજી મંદિર ની  કોલેજ સામે અને સરકારી દવાખાના પાસે થાય છે રોજની કત્લેઆમ નિર્દોષ પશુઓની @@


   


 અંબાજી " વેજીટેરીયન ઝોન " ના ધજાગરા ,મુખ્યમંત્રી ની જાહેરાત નું સુરસુરીયું @@


   25 જાન્યુઆરી ના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે આવી જુની કોલેજ મા જાહેરાત કરનારા ગુજરાત ના લોકપ્રિય મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી  એ કહ્યું હતુ કે આ ધામ ને આજથી  " વેજીટેરીયન ઝોન " જાહેર કરવામાં આવે છે ,પણ આ જાહેરાત સુરસુરિયું સાબિત થઇ છે કેમકે અંબાજી મંદિર ની કોલેજ સામે જ આ માથભારે રહીમ નું કતલખાનું ચાલી રહ્યું છે ,પોલીસ ને હજી સુધી આ કતલ ખાનું ન દેખાયું હોય તો આ સમાચાર સાથે પુરાવા પણ મીડિયા દ્વારા જોડવામાં આવ્યા છે ,ગુજરાત ના ગૃહમંત્રી અને ડીજીપી તાત્કાલીક પગલાં ભરે 


@@ ગુજરાત ના મુખ્યમંત્રી અંબાજી પીઆઇ ને સસ્પેન્ડ કરે @@ 


  જ્યારથી અંબાજી ખાતે નવા પીઆઇ અગ્રાવત આવ્યા છે ત્યારથી આ ધામ મા બે નંબર ની બદીઓ વધવા પામી છે ,થૉડા દિવસ પહેલા ટીનીયો ઠાકોર જાહેર માં ઇંગ્લીશ દારૂ વેચતો વિડિઓ વાઇરલ થયો હતો ત્યારબાદ આજે આ કતલખાના મા પશુની હત્યા કરતા વિડિઓ જાહેર થયા હોઈ અંબાજી પીઆઇ ને ગુજરાત ના લોકપ્રિય  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી  તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરે અને અંબાજી ના કતલખાના ચલાવતા રહીમ પર જાહેરનામા ના ભંગ બદલ ગુનો દાખલ કરે તેવી માંગ ઉઠવા પામી છે 


@@ પાલનપુર મત્સય ઉધોગ તરફથી માછલાં વેચવાના લાયસન્સ આપવામાં આવ્યા હતા @@


  અંબાજી ના જાગૃત નાગરીક મગન લાલ મીણા  તરફથી સ્વાગત ઓનલાઇન મા ફરીયાદ કરતા જાણવા મળ્યું હતું કે કલૅક્ટર ઓફિસ પાછળ આવેલી મત્સ્ય ઉધોગ વિભાગ ની કચેરી તરફથી અંબાજી ના બે લોકોને માછલાં વેચવાના લાયસન્સ આપવામાં આવ્યા હતા તે પણ ગુજરાત ના મુખ્યમંત્રી ની જાહેરાત બાદ અપાયા હતા અને આ બાબતે  22  જાન્યુઆરી ના રોજ સ્વાગત ઓનલાઇન દાંતા ખાતે આ બાબતે વધુ માહિતી અરજદાર મગન મીણા ને આપવામાં આવશે ,લાયસન્સ લેનાર લોકો ના નામ [ મત્સય ઉધોગ ની કચેરી થી મળેલ યાદી પ્રમાણે ]


[1] કુરેશી ફૈજુદ્દીન જલાલુદીન 

[2] કુરેશી બાબુલાલ મુન્નાલાલ

દાંતા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..