Back

ઝઘડિયાના સારસા ગામે બસ સ્ટેન્ડ નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક ઇસમનું કરુણ મોત.

ઝઘડિયાના સારસા ગામે બસ સ્ટેન્ડ નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક ઇસમનું કરુણ મોત.



ઇજાગ્રસ્ત ને ભરુચ લઇ જવાયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું.


ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેન્ડ પાસે એક મોટરસાયકલને પાછળથી આવતી એક ટ્રકે અડફેટમાં લેતા આ મોટરસાયકલ ચાલક અશોકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ઉ.વર્ષ ૬૦ રહે.રાજપારડી નીચે પટકાયા હતા.આ અકસ્માતમાં આ બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહી નીકળતુ હતુ.અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા.અને બચાવ કામગીરી હાથ ધરી હતી.દરમિયાન ઘટનાની ખબર અશોકભાઈના જમાઇ જીગ્નેશભાઇને થતાં તેઓ અને અશોકભાઈના પરિવારજનો  તાત્કાલિક ઇજાગ્રસ્તને ભરુચ ખાનગી દવાખાને લઇ ગયા હતા.બાદમાં સાંજે સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન અશોકભાઈનું કરુણ મોત નીપજતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. મરનાર અશોકભાઈ રાજપારડીના અગ્રગણ્ય વેપારી તેમજ ખેડૂત  હતા.તેઓ સિમેન્ટના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા હતા.ઉલ્લેખનીય છેકે આ સ્ટેટ હાઇવે પર અવારનવાર નાનામોટા અકસ્માતો થતાં હોવાથી ગ્રામજનો ચિંતિત બન્યા છે.આ અકસ્માતમાં મરણ પામનાર મૃતકના જમાઇ જીગ્નેશભાઇ અખાણીએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત સંબંધે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..