Back

ટંકારાના લજાઈ ગામે વિકાસ કામો ના થતા ગ્રામ પંચાયતને તાળાબઘી

Admin : ટંકારા તાલુકાના લજાઈ ગામે વિકાસના કામો થતા ના હોય જે મામલે ગ્રામજનોએ પંચાયતના સભ્યોને સાથે રાખીને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી હતી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામની ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરાઈ હતી અને ગ્રામજનો દ્વારા ટીડીઓ ટંકારાને આવેદન પાઠવી જણાવ્યું છે કે લજાઈ ગામે વિકાસના કાર્યો ના થતા હોય જેથી ઉપસરપંચ અને સભ્યોની હાજરીમાં ગ્રામ સભા બોલાવી હતી આ બાબતે સરપંચને તેમજ તેના પરિવારના સભ્યોને જાણ કરી હોવા છતાં હાજર રહ્યા ના હતા આ સભામાં વિકાસકાર્યો થતા ના હોય તે માટે ચર્ચા કરવાની હતી પરંતુ સરપંચ હાજર ના હોય જેથી હાજર સભ્યો દ્વારા ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાનો નિર્ણય કર્યો અને તાળાબંધી કરેલ છે લજાઈ ગ્રામ પંચાયતમાં પાણીની પાઈપલાઈન, સીસીરોડ, ભૂગર્ભ ગટર, સહાય તથા જરૂરી દાખલા જેવા કાર્યો થતા ના હોય જેથી તાળાબંધી કરાઈ હોવાનું જણાવ્યું છે બિન હરીફ સભ્યો ચૂંટાઈ આવતા વિરોધ લજાઈ ગામે વોર્ડ નં ૦૯ બિન અનામતમાં બિનહરીફ સભ્યો ચૂંટાઈ આવતા વિવાદ સર્જાયો છે જે મામલે ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પેટા ચુંટણીની જાહેરનામાં અંગે કોઈ જાણ નથી તેમજ સભ્ય સહકારી મંડળીના સભ્ય તરીકે સ્થાન ધરાવે છે તો આ અંગે સભ્યોનો વિરોધ છે જેથી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..