Back

વાવ તાલુકાના ઢીમા ઢેરીયાણા માઈનોર કેનાલ માં ભંગાણ સર્જાયું

 બનાસકાંઠા વાવ તાલુકામાં આવેલ કેનાલોમાં રોજ ને રોજ અનેક જગ્યાએ ગાબડા પડવા ભુવા અને ભંગાણ થવું આવી અનેક બાબતો પર સવાલ રહ્યા છે ત્યારે ખેડૂતો ને માથાના દુખાવા સમાન બની રહ્યા છે ત્યારે વાવ તાલુકાના ઢીમા ઢેરીયાણા માઈનોર કેનાલ મા પણ ભંગાણ સર્જાયું છે 

વાત્સલ્ય ન્યૂઝ વાવ વાવ તાલુકાના પળે પળ ના સમાચાર માટે જોતા રહો વાત્સલ્ય ન્યૂઝ એપ્સ

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા ના સરહદી વિસ્તારમાં નમૅદા ની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકા માં  અનેક જગ્યાએ ગાબડાં પડી રહ્યા છે ત્યારે ઢીમા ઢેરીયાણા  માઈનોર  કેનાલ માં ભંગાણ સર્જાયું છે ત્યારે આવા સમય મા જ્યારે ભંગાણ સર્જાયું છે  ત્યારે આ જગ્યા એ મોટું   ગાબડુ પડી શકે છે ત્યારે કેનાલ ની બાજુમાં ઊભેલા જે પાક છે  તે પાક પાણી માં ફેરવાઈ જશે તો તેનું જવાબ દાર કોણ ત્યારે આવા સમય મા અનેક આફતો સામે જજુમી ને માંડ માંડ કરીને નભી રહેલ ખેડૂતો ને નુકસાન થાય તેવિ ભિતી સેવાઇ રહી છે ત્યારે  નમૅદા વિભાગ ના અધિકારી ઓ  ને જાણ થાય અને વાવ તાલુકાના ઢીમા ઢેરીયાણા માઈનોર કેનાલ જે ખેડુત હરીજન પુંજાભાઈ કાળાભાઈ ના ખેતર માં ભંગાણ સર્જાયું છે ત્યારે હાલ કેનાલ. માં પાણી  પણ ચાલુ હોવાથી ગાબડુ પડવા ની સંકેત મળી રહ્યા છે તો હવે પછી કોઈ જ્ગ્યા આવુ જાણવા મળે કે તરત કાયૅવાહી થાય તે હેતુથી કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતો ને મદદરૂપ થશો એવી ખેડૂતો નિ માગ સાથે અનેક પ્રશ્નો ઊભા થયા હતા જ્યારે દિન પ્રતિદિન વાવ સુઈગામ ભાભર જેવા તાલુકા મા દિવસે દિવસે કેનાલ વિષે મિડીયા માં જાણવા મળે છે તો હજુ સુધી અધિકારીઓ કેમ ઘોર નિદ્રામાં પોઢી રહ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ થી જાગે છે કે કેમ 

રીપોર્ટ રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..