Back

ગોધરા ખાતે હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

પંચમહાલ. ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલિયા 

રિપોર્ટર. કાદિરદાઢી



 

પંચમહાલ જિલ્લા ગોધરા ખાતે હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 85 જેટલા બ્લડ ના યુનિટો ડોનેશન કરવામાં આવ્યા હતા તેમજ સમૂહ લગ્નમાં 22 જોડા ઓ એ શરિયત પ્રમાણે નિકાહ ની પ્રક્રિયા પૂણૅ કરી હતી  સમાજ માંથી દહેજ પ્રથા અને ખોટા રીત કુ રિવાજો દૂર થાય અને નેસ્ત  નાબૂદ થાય તે હેતુ સર કુલ બાવીસ દુલ્હા દ્લ્હનો ને આજ  રોજ ગોધરા શહેર ની જહુરપુરા મસ્જિદ ખાતે  નિકાહ ખાની યોજવામાં આવી હતી  સમૂહ લગ્ન મજલીસે અલ ફલાહ (યુ. કે) ના સહયોગ થી  તેમજ હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરી નો જરૂરી સામાન પૂરો પાડવામાં આવ્યો હતો વધુ માં હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મુફ્તી હારુન સિંધી,એડવોકેટ ઇસહાક ખરાદી,સીદદીક હાજી  ધંત્‍યા સહીત ના ટ્રસ્ટ ના સભ્યો ધ્વારા જણાવવામાં આવ્યું હતું,કે આ વખતે દુલ્હા દુલ્હનો ને લગ્ન ની શુભેચ્છાઓ  અને દુઆ ઓ આપવામાટે જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક આર.આઈ.દેસાઇ ગોધરા મામલતદાર પંજાબી સહીત મજલીસ અલફલાહ(યુ.કે) ના અબદૂલાહ ભાઈ ફેફરા શાહનવાઝ હુસેન બરોડા વલાવ લીભાઈ સહીત ના સમાજ ના હમદર્દો   પધાર્યા હતા અને દુલ્હા દુલ્હનો ને મુબારક બાદી પાઠવી હતી તેમ જણાવ્યું હતું  તેમજ તેઓ દ્વારા જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન મજલીસ અલ ફલાહ(યુનાઇટેડ કિંગડમ)ના સહયોગ થી યોજવામાં આવ્યો હતો મજલીસ અલફલાહ(યુ.કે)  ના અબદૂલાહ ભાઈ ફેફરા વલીભાઈ  સહીત ના અગ્રણીઓ દ્વારા   હમદર્દ  ચેરીટેબલ ટ્રસ્ટ ની પહેલ ને બિરદાવી હતી અને  દસમી  વાર સાદગીપૂર્ણ  સમુહલગ્ન ના પ્રોગ્રામને સફર બનાવવા બદલ મુબારકબાદી પાઠવી  હતી  હમદર્દ  ચેરીટેબલ ટ્રસ્ટ ની ટિમ ની જેમ  દરેક સમાજ ના લોકો આગળ આવે તો સમાજ માથી કુરિવાજો દુર થાય તેમજ તેમ જણાવી અને દુલ્હા દુલ્હનો ને  હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મુફ્તી હારૂન સીંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે સાથે જણાવ્યું હતું કે આ સંસ્થા ,  દ્વારા ૬૪૦ ગરીબ વીધવા ઓને અનાજ કીટ અને અન્ય વીધવા મહીલા ઓને દર માસે લગભગ ૯૦૦થી ૧૦૦૦ અનાજ કીટ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા ૩૨૦ જેટલા નીકાહ કરાવવામાં આવ્યા છે અને ગરીબો ને હાથલારી સહીત ની સુવિધા પુરી પાડે છે તેમ જણાવ્યું હતું. અસલમ ભાઈ બોકડા, એડવોકેટ યાકુબ ભટુક, હાજી સીદદીક ભાઈ ધંત્‍યા , કાસમહાજી ખોડા, , હુસેન તાશીયા, ઈસહાક હાજી પટેલ, સહીત ના હોદ્દેદારો અને સમાજ ના આગેવાનો એ મુબારકબાદીપાઠવી  હતી અને હમદર્દ  ચેરીટેબલ ટ્રસ્ટ વધુ માં વધુ તરક્કી કરે તેવી દુઆ  કરવામાં આવી હતી.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..