Back

કાલોલના વ્યાસડામાં પારુલ આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ તાલુકાના વ્યાસડા ગામની પ્રાથમિક શાળાના પ્રાંગણ ખાતે સોમવારે ખેમદાસ આયુર્વેદ હૉસ્પિટલ સંલગ્ન પારુલ યુનિવર્સિટીના આયુર્વેદિક ફેકલ્ટી અને વ્યાસડા ગ્રામ પંચાયતના માજી સરપંચ-તાલુકા સદસ્ય સુરેન્દ્રસિંહ ઠાકોરના સહયોગથી સોમવારે સવારે ગામમાં નિ:શુલ્ક એવા આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં યુનિવર્સિટીના નિષ્ણાત તબીબો દ્વારા બાળ, મહિલાઓ સહિતના અનેક રોગો અને સમસ્યાઓ અંતર્ગત આયુર્વેદિક પંચકર્મ ઉપચાર અને દવાઓના માધ્યમથી વ્યાસડા અને આજુબાજુના ગામોના ૩૫૦ જેટલા અસરગ્રસ્તોએ લાભ લીધો હતો. તદ્ઉપરાંત ૨૦૦ જેટલા જરુરીયાતમંદ પીડીતોની વધુ સારવાર માટે આગામી બે દિવસમાં ખેમદાસ હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર આપવા અને આવવા-લઈ જવા માટે માટે પણ બસની વ્યવસ્થા પુરી પાડવાની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..