Back

કાલોલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા પંચાયત ખાતે કર્તવ્ય બોધ દિન ની ઉજવણી.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




ગતરોજ કાલોલ તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા કર્તવ્ય બોધ દિન ની ઉજવણી કરવામાં આવી. જેમાં સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ ના જીવન ચરિત્ર વિષે વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના જિલ્લા  કાર્યકારણી તથા કાનોડ માધ્યમિક શાળા ના પ્રધાનાચાર્ય મનીષભાઈ ઓઝા અને રાષ્ટ્રીય પારિતોષિક માન. રમેશભાઈ પટેલ  અને ખડકી શાળા ના શિક્ષકશ્રી  પ્રહલાદભાઈ કોઈરાલા એ વક્તવ્ય રજૂ કરેલ હતું. કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે  તાલુકા પ્રમુખશ્રી કાલોલ ,જિલ્લા શૈક્ષિક સંઘ ના અધ્યક્ષશ્રી અનિરુદ્ધસિંહ સોલંકી ,BRCCO જીતેન્દ્રકુમાર પ્રજાપતિ અને તાલુકા મહાસંઘ ના તમામ હોદ્દેદારશ્રી તથા શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ હતા. કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના  અધ્યક્ષ શ્રી વિનોદકુમાર અમીન કાર્યક્રમનું   સુંદર આયોજન કરી શિક્ષકોમાં કર્તવ્ય બોધ ની પ્રેરણા પુરી પાડેલ હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..