Back

બાબરા લાઠી ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર નું નિવેદન આવ્યું સામે


બાબરા

તા.૨૦/૧/૨૦૨૦





ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઓગષ્ટ – ૨૦૧૯ થી જાન્યુઆરી – ૨૦૨૦ સુધી છ મહિનાના સમયગાળામાં મોદી સરકારે રાધણ ગેસ સિલિંન્ડરના ભાવમાં ૬૨ રૂપિયા એટલે કે તેર ટકાનો ભાવ વધારો કર્યો છે. 




 

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, મોદી સરકારે ફ્યુઅલ સબસીડીમાં કાપ મુકયો ત્યારથી ઓઇલ માર્કેટીંગ કંપની (OMC) ઓએ રાંધણ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં વધારો પ્રકાશિત કરવાનું બંધ કર્યું તેથી રાંધણ ગેસ (LPG) ના ભાવમાં ૬૨ રૂપિયા જેટલો વધારો થયો છે તેનાથી લોકો અજાણ છે. 

શ્રી ઠુંમરે વધુમાં એમ પણ જણાવ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ટેક્ષની આવકનો લક્ષ્યાંક હજુસુધી સિધ્ધ કરી નથી અને બીજી બાજુ છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારીમાં વિક્રમજનક વધારાથી સામાન્ય માણસોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 

શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું કે, તાજેતરમાં LPG ના ભાવમાં ૨૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેનાથી મોટાભાગના લોકો અજાણ છે કારણ કે, ઓઇલ માર્કેટીંગ કંપની (OMC) ઓએ સબસીડીવાળા ગેસ સિલિન્ડરના ભાવો તેની વેબસાઇટ ઉપર મુકવાનું બંધ કર્યું છે. 




રિપોર્ટર:-

રાહુલ ડી. પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..