Back

ભરૂચની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પલેક્ષના મીટરોમાં આગ લાગી

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી શ્યામવિલા રેસિડેન્સીના A-1 વિંગના વીજ મીટરોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે સ્થાનિક રહીશોએ ફાયરના સાધનો વડે આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાની થતાં બચી હતી બનાવની જાણ થતાં નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ભરૂચની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પલેક્ષના મીટરોમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અચાનક આગના પગલે કોમ્પલેક્ષના 100 થી વધુ લોકો નીચે દોડી આવ્યા હતા બનાવ અંગે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ધટના સ્થળે દોડી આવ્યું હતું

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..