Back

અમરેલી જીલ્લા સહીત બાબરા તાલુકામા પોલીયો રાઉન્ડનો પ્રારંભ કરાવતા સાસંદ સભ્ય નારણભાઇ કાછડીયા

અમરેલી જીલ્લા સહીત બાબરા તાલુકામા પોલીયો રાઉન્ડનો પ્રારંભ કરાવતા સાસંદ સભ્ય નારણભાઇ કાછડીયા 


રવિવાર ના રોજ અમરેલી જીલ્લા મા 1 થી5 વષઁ ના બાળકો ને પોલીયો ના ટીપા પીવડાવવા નો પ્રારંભ અમરેલી જીલ્લાભાજપ ના સાંસદ નારણભાઈ કાછડીયા ના હસ્તે અમરેલી થી લય બાબરા તાલુકા ના લુણકી  અમરાપરા ગામે પોલીયો રાઉન્ડ નો પ્રારંભ કરાયો છે  બાબરા તાલુકા હેલ્થ ઓફીસર ડો વિરાટકુમાર જે અગ્રાવત અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજેશભાઇ સલખણા ના આયોજન મુજબ બાબરા તાલુકામા  1થી 5 વષઁ ના 12484 બાળકોને  પોલીયોના ટીપા પીવડાવવામા આવશે બાબરા તાલુકા ના અંલગ અંલગ 58 ગામો બુથો ની વ્યવસ્થા કરવામાં આવીછે જેમા આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી વર્કરો આશાવર્કર બહેનો સ્વયંસેવકો  ટીમો બનાવી બાબરા તાલુકાના તમામ ગામો પોલીયો રસીકરણ નો પ્રારંભ કરવામાં આવ્યો છે બેનરો અને લાઉડ સ્પીકર દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો ૧ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા માટે બાબરા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જાહેર વેદના કરવામાં આવી હતી  આ તકે બાબરા ના અમરાપરા ગામે પોલીયો રાઉન્ડના પ્રારંભે માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા પુવઁ  શહેર ભાજપ ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા બાબરા શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા તાલુકા ભાજપ અગ્રણી મધુભાઇ ગેલાણી પત્રકાર દીપક કનૈયા જયાબેન ગેલાણી, સરપંચ સવિતાબેન પરમાર, મહેશભાઈ હેલીયા,  સહીત આગેવાનો  માતાઓ પોતાના બાળકો ને લય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..