Back

બાબરા ના જીવદયા પ્રેમી દ્વારાજસદણ તાલુકાના ડોડિયાળામા નદીના પટમાં ચાલતું મીની કતલખાનું ઝડપાયું જેમાં ૨૦કિલો ગૌ માસ અને ૧૧ જીવદયા પશુઓ મળ્યા.

બાબરા

તા.૨૦/૧/૨૦૨૦



બાબરા ના જીવદયા પ્રેમી દ્વારાજસદણ તાલુકાના ડોડિયાળામા નદીના પટમાં ચાલતું મીની કતલખાનું ઝડપાયું જેમાં ૨૦કિલો ગૌ માસ અને ૧૧ જીવદયા પશુઓ મળ્યા.



બાબરાના જીવદયા પ્રેમી મૌલિકભાઈ તેરૈયા ધમભાઈ બસીયા, માણસુરભાઈ વાળા, વિવેકભાઈ પોપટ આકાશભાઈ પટગીર, સતિષભાઈ ધાવડી, અજયભાઈ દુધરેજીયા સહિતની ટીમે ગત રાત્રે સાણથલીના ડોડીયાળા પાસે નદીના પટમાં મીની કતલખાનુ ચાલતું હોય તેવી બાતમી મળતાં જ ડોડિયાળા ગામે નદીના પટકાંઠે સ્થળ પર રેડ કરી 20 કિલો ગૌમાસ તેમજ 9 જીવતા બળદ તથા ત્રણ વાછરડા કતલ થાય તે પૂર્વે જ આબાદ બચાવ કર્યો હતો.


ત્રણ આરોપીઓ ઝડપાયા


આ રેડમાં ત્રણ આરોપી ઝડપાયા છે. જેમાં અનિલ કાળુ ચૌહાણ, દેવરાજ કાળુ ચૌહાણ અને ગણપત વના સિંધવનો સમાવેશ થાય છે જ્યારે બે આરોપી નાસી છૂટ્યા હતા. જેની ફરિયાદી ગજેન્દ્રભાઈ શેખવા બાબરાવાળા ફરિયાદી બન્યા હતા. આ કામગીરીમાં કપૂરભાઈ રાઠોડનો સારા સહયોગ રહ્યો હતો. બચી ગયેલા પશુઓને ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા. જેમણે ઘટનાસ્થળે પશુઓની કતલ કરતા હથિયારો પણ કબ્જે કર્યા હતા. જેમાં છરી, દાતરડીઓ, કટર, હથોડી સહિતના હથિયારોનો સમાવેશ થાય છે.




રિપોર્ટર:-

રાહુલ ડી. પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..