Back

વાલીયા ના પઠાર ગામે ઠંડી નો લાભ ઉઠાવી મોટર સ્ટાટરો, કેબલ ની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર.

વાલીયા તાલુકા ના પઠાર દાજીપરા ગામની સીમમાં ચોરો નો આતંક.


*વાલીયા તાલુકા ના પઠાર દાજીપરા ગામ ની સીમમાં મોટર સ્ટાટર તેમજ કેબલ ની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર*


પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૧૯/૦૧/૨૦૨૦ ની રાત્રીએ પઠાર ચંદેરીયા તેમજ દાજીપરા ની સીમમા થી હાલ શિયાળાની કડકડતી ઠંડી નો લાભ ઉઠાવી અસામાજીક તત્વો ૫ થી ૮ ખેડૂતોના સ્ટાટર કેબલ જેવી ચીજ વસ્તુ ઓ લઈ ફરાર થઈ ગયા હતા.


હાલ ખેડૂતો એ ઘઉં તુવેર શેરડી જેવા પાક વાવેતર કરેલું હોય જેમા પિયત માટે ખેતરમાં બોરવેલ કરી મોટર દ્વારા પાણી વાળતા હોય છે, જેથી જરૂરી સાધનો મોટર સ્ટાટર,કેબલ , પાઈપ કોદાડી પાવડા જેવી વસ્તુ ખેતરમાં પડેલી રહે છે.

કડકડતી ઠંડી ના કારણે તેમજ જંગલી પ્રાણીઓ ના ભય થી ખેડૂતો એ રાત્રીના સમયે ખેતરમાં જવુ જીવનુ જોખમ રહે છે. તેથી અસામાજીક તત્વો આનો લાભ ઉઠાવી કીમતી ચીજ વસ્તુ ઓ ઉઠાવી ફરાર થઈ જતા હોય છે.

જેથી ખેડૂતોમાં ભારે રોષ જણાય રહ્યો છે.


રીપોર્ટર,સતીષ દેશમુખ

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..