Back

મોરબીમાં ઘરઆંગણે ડ્રાઇવિંગ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ધારાસભ્ય દ્વારા રજૂઆત

મોરબીમાં ઘરઆંગણે ડ્રાઇવિંગ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વાહન વ્યવહાર કમિશ્નરને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાઠવેલ પત્ર

 

    • મોરબી જિલ્લો બન્યા બાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી મોરબીમાં હાલ કાર્યરત છે. પરંતુ કમનશીબે આ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ ન હોવાની કારણે મોરબી પંથકના વાહન ચાલકોને લાઇસન્સ મેળવવા માટે છેક રાજકોટની આર.ટી.ઑ. કચેરી સુધી જવું પડે છે. જેને લીધે સમય, ખર્ચ અને અસુવિધા ભોગવવી પડે છે. આ હાલાકી નિવારવા 
    • મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાએ રાજયના વાહન વ્યવહાર કમિશ્નરશ્રીને તાકીદે એક પત્ર પાઠવી વાહનોના ડ્રાઇવિંગની ટેસ્ટ માટે જરૂરી સુવિધા મોરબી ખાતે જ મળી રહે તેમ કરવું અનિવાર્ય છે. હવે જ્યારે આર.ટી.ઑ. ની નવી કચેરીનું બાંધકામ ભૌતિક રીતે પૂર્ણ થયું છે ત્યારે લોક સુવિધા માટે તાકીદે તે કચેરી ખુલ્લી મુકાય જેથી કરીને વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ડ્રાઇવિંગ ટેસ્ટની સુવિધા ઘર આંગણે મોરબીમાં ઉપલબ્ધ બની શકે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે મોરબી શહેર એ ઔધોગિક મથક ધરાવતું સૌરાષ્ટ્રનું મોખરાનું શહેર છે. ત્યારે વાહનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. અને નવા લાઇસન્સોની માંગણી પણ વ્યાપક પ્રમાણમાં ઉદભવી રહી છે. આ સ્તિથિમાં ડ્રાઇવિંગ ટેસ્ટ મોરબી લેવાય તે ખૂબ અનિવાર્ય છે. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..