Back

નર્મદા જિલ્લાના આ અંતરિયાળ ગામ માં આઝાદી બાદ પ્રથમવાર રક્તદાન શિબિર યોજાઈ

નર્મદા જિલ્લાના આ અંતરિયાળ ગામ માં આઝાદી બાદ પ્રથમવાર રક્તદાન શિબિર યોજાઈ

આદિવાસી ગ્રામ્ય વિસ્તારમા પણ રક્તદાન પ્રત્યે જાગ્રૂતિના દર્શન

રેડક્રોસ સોસાયટી બ્લડબેન્ક રાજપીપલા , જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા અને નાનીબેડવાણ ગ્રામપંચાયત ના ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઇ

40મી વાર અને 25 મી વાર રક્તદાન કરનારા રક્તદાતાઓનું કરાયુ સન્માન

રાજપીપલાના દંપતીએ સમૂહમા કર્યુ રક્તદાન

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ નાની બેડવાણ ગામેપ્રાથમિક શાલામા 72 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રક્તદાન શિબિર યોજાઈ હતી.રેડક્રોસ સોસાયટી બ્લડબેન્ક રાજપીપલા , જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા અને નાનીબેડવાણ ગ્રામપંચાયત ના સંયુકત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઇહતી જેનુ ઉદ્ઘાટન દક્ષિણઝોન ગુજરાતના પ્રમુખ નિરંજનવસાવા , જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલાના પ્રમુખ જ્યોતિ જગતાપ , રેડક્રોસ સોસાયટીના બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર ડૉ .જેએમ જાદવ , ડૉ.એમ પી વિરડિયા, સદસ્ય દીપકજગતાપ ,તથા નાનીબેડવાણ ગ્રામપંચાયત ના સરપંચ પ્રધ્યુમન વસાવાતથા ગ્રામજનોની ઉપસ્થિતિ મા દીપ પ્રગટાવીને કરવામા આવ્યુ હતુ .

આ પ્રંસંગે 40મી વાર રક્તદાન કરનાર વિપુલભાઈ ખત્રી અને 25 મી વાર રક્તદાન કરનાર રાકેશભાઇ ખત્રી, તથા 30મી વાર રક્તદાતા રક્તદાન કરનાર ધરમભાઈ ખત્રીનું જાહેર સન્માન કરાયુ.આ પ્રંસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલાના પ્રમુખ જ્યોતિ જગતાપ અને મંત્રીતથા રેડ ક્રોસસોસયટી બ્લડબેન્ક ના સદસ્ય દીપક જગતાપ બન્ને દંપતીએ સમૂહ મા રક્તદાન કરીને રક્તદાન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રંસંગે નિરંજનભાઇ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રક્તદાન પ્રત્યે ઓછી જાગ્રૂતિ છે લોકો રક્તદાન કરતા ગભરાય છે એવા સંજોગોમાં પણ ઊંડાણ નાની બેડવાણ ગામમા સરપંચ અને ગ્રામજનોના સહયોગથી રક્તદાન શિબિર યોજાતા ૩૦ થી વધુ લોકોએ રક્તદાન કરી 30 જેટલુ યુનિટ રકત દાન ભેગું કરી જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ બદલ રક્તદાતાઓને અભિનંદન પાઠવી વધુમા વધુ લોકો રક્તદાન પ્રત્યે જાગરૂત થાય એવી અપીલ પણ કરી હતી.

આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપ એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી ડરો નહીં કે રક્તદાન કરવાથી શરીરમાં કોઈ તકલીફ કે મુશ્કેલી ઉભી થતી નથી પણ આરોગ્ય સારું રહે છે .અને રક્તદાનથી લોકોની જિંદગી બચી શકે છ તેમણે આ નાનકડા ગામની અંદર આદિવાસીઓમાંઆવેલી જાગૃતિ જોઈને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ રક્તદાન થાય તેવો તેમણે અનુરોધ કર્યો હતો

આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી ના ડોક્ટર જે એમ જાદવે જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજપીપલા રેડ ક્રોસસોસાયટી દ્વારા અત્યારસુધી મા 100 જણા ની જીંદગી બચાવી છે.સિકલસેલના દર્દીને વિનામૂલ્યે રક્ત આપવામા આવે છે .તેમણે ડેડીયાપાડા વિસ્તારમા લોકોની લોહી ની જરૂરિયાત ને પૂરી કરવા રેડક્રોસદ્વારા બ્લડબેન્ક નું સબસેન્ટર શરૂ કરવા પ્રયત્નશીલ હોવાનુ જણાવ્યુ હતુ .

ગામના સરપંચ પ્રધ્યુમન વસાવાએ પ્રાસંગિક પ્રવચનમા નાનીબેડવાણ ગામમા ગામના વિકાસ પ્રત્યે જાગૃતિ આવી છે આજે અમારા ગામમા 72વર્ષ પછી પહેલીવાર રક્તદાન ગામમા થયુ છે એ અમારા ગામમાટે ગૌરવની વાત હોવાનુજણાવી ગામના આગેવાન ધરમભાઈ ખત્રીના અથાક પ્રયત્નને બિરદાવી આભાર માન્યો હતો કાર્યક્રમનું સંચાલન દીપકજગતાપે કર્યુ હતુ .

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..