Back

ઈદ એ મિલાદને ગરીબો સાથે ઉજવવાનો ઉત્તમ સંદેશો આપનાર હઝરત સૈયદ હસન અસ્કરી મિયાં રાજપીપળા આવશે : જાણો બે દિવસીય કાર્યક્રમ

ઈદ એ મિલાદને ગરીબો સાથે ઉજવવાનો ઉત્તમ સંદેશો આપનાર હઝરત સૈયદ હસન અસ્કરી મિયાં રાજપીપળા આવશે : જાણો બે દિવસીય કાર્યક્રમ



રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે ફરજંદે મોહદ્દીસે આજમે હીંદ સૈયદ અરબી મીયા સાહબ ફરજંદે આગૌસી હુઝુર સૈયદ શેખુલ ઇસ્લામ મદની સૈયદ હસન અસ્કરી મિયાં રાજપીપળામાં બે દિવસના પ્રવાશે આવનાર છે

આ પ્રોગ્રામ મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા તરફથી આયોજન કરવા માં આવનાર છે

તારીખ 24 ના શુક્રવારે રાજપીપળા નિઝામશાહ નાંદોદી (ર.અ) ની દરગાહ પર થી સવારે 10 વાગે ઝુલુસ નીકળશે અને રાજપીપળા ના મુખ્ય માર્ગ પર ફરીને કસબાવાડ ના મદ્રેસા મા જશે અને ત્યાં મુરીદો ને મુલાકાત આપશે ત્યાર બાદ રાજપીપળા ની જામા મસ્જિદ માં જુમ્માની નમાજ અદા કરાવશે ત્યારબાદ તણખલા જવા નીકળશે ત્યાં મગરીબ ની નમાઝ અદા કરાવશે 25 તારીખ ચાણોદ , સિસોદ્રા , ગામ ની મુલાકાત લઇ મગરીબ ની નમાજ નિજામી મસ્જિદ નિઝામશાહ દરગાહ રાજપીપલા માં અદા કરાવશે અને પછી તોરણા ની મુલાકાત લઇ પાદરા જવા રવાના થશે (ઇનશાઅલ્લાહ).


નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..