Back

પૃથ્વી સમ્રાટ કોળી શ્રી વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી

  દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે એકતા ગ્રુપ દ્વારા પૃથ્વી સમ્રાટ કોળી શ્રી વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પુજાવિધિ કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. 

 કોળી સમાજનાં આગેવાનોએ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડનુ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતુ. આ યજ્ઞ દ્વારા ધાર્મિક, સામાજિક અને સમાજમાં ચાલી રહેલા વિવિધ કુરિવાજો ને આપણે કુટુંબ, સમાજ ગામ અને આપણા વિસ્તારમાંથી કેવી રીતે દુર કરી શકાય તે માટે ખાસ મહાનુભાવો દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યુ હતુ. 

 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોળી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓએ, શિક્ષકોએ, પત્રકારો એ જહેમત ઉઠાવી હતી. આ મહોત્સવમાં કોળી સમાજના આગેવાનો, સરપંચો, ભાઈઓ તથા બહેનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.