Back

લીંબડી રામજી મંદિર ના મહંત રામચરણ પામતા ગામમાં શોકનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી ખાતે ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતી ના રામ સદન રામજી મંદીર ના મહંતશ્રી અજીતસિંહ નટુ ભા ઉંમર 86 વર્ષ ના ટુંકી માંદગી ના  કારણે દેવલોક સિધાવતા  દરજી સમાજના લોકોમાં અને રામજી મંદિર ના ભક્તો માં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ સઇ સુથાર જ્ઞાતી ના રામજી મંદિર માં અજીતસિંહ બાપુ છેલ્લા પચ્ચીસ વર્ષ થી રામજી મંદિર માં સેવા આપતા હતા રામજી મંદિર માં પુજા અર્ચના આરતી તેમજ ગાયો ને ઘાસચારો પશુ પંખી ને ચણ નાખવાનું દરરોજ નુ કાર્ય હતું.

 અજીતસિંહ બાપુ અબોલ જીવો ને બહુ પ્રેમ કરતા કરતા હતા પ્રેમાળ સ્વભાવ ના અને રામજી મંદીર ના ભક્તો માં વસી ગયા હતા માયાળુ માનવી જયારે સર્વગ સિધાવે ત્યારે લોકોમાં ગમગીન અને શોક નો માહોલ જોવા મળે છે લીંબડી ગામના રામજી મંદિર માં તેમજ રામ ભક્તો માં આ બાપુ ની કાયમ ખોટ વરતાશે તેવુ દરજી સમાજના અને રામજી મંદીર ના ભક્તો જણાવે છે.

રિપોર્ટર :

દિપકસિંહ વાઘેલા

લીંબડી.

લીંબડી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..