Back

આડેસર માં સિમા જન કલ્યાણ સમિતિ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી.

આડેસર. સિમા જન કલ્યાણ સમિતિ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. જેનું પ્રસ્થાન સિમા જન કલ્યાણ સમિતિના પ્રદેશ મંત્રીશ્રી ભરતભાઈ ગોરસિયા તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી.જે.ચાવડા તેમજ સરપંચશ્રી ભગાભાઇ આહીર દ્વારા શહીદ ભગતસિંહ ચોક થી કરવામાં આવ્યું તેમજ મેઈન બજાર વાટે થઇ પરત શહીદ ભગતસિંહ ચોક પણ 3:45 પરત ફર્યા હતા. ત્યાર બાદ શહીદ ભગતસિંહ ચોક માં સભા સંબોધવામાં આવી હતી તેમાં મુખ્ય મહેમાન ભરતભાઈ ગોરસીયા, તાલુકા વિકાસ અધિકરીશ્રી ડી.જે.ચાવડા, આર.એસ.એસ કચ્છ ના મંત્રી રાજેશભાઈ સતવારા તેમજ સરપંચશ્રી ભગાભાઇ આહીર દ્વારા સભા સંબોધવામાં આવી હતી તેમજ આભાર વિધિ પ્રફુલભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી.

રાપર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..