Back

જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પાડતી ભુજ શહેર બી - ડીવીઝન પોલીસ

ભુજ કચ્છ:- મે . પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે . એન . પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ પ્રોહી / જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જે અનુસંધાને આજરોજ ભુજ શહેર બી . ડીવી . પો . સ્ટેના પો . ઈન્સ આર એન ખાંટ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન પો . સ્ટના પોલીસ સ્ટાફના માણસો બી - ડિવીઝન પો . સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો . હેડ કોન્સ શિવરાજસિહ પી રાણા નાઓને બાતમી હકીકત મળેલ કે શેખ ફળીયામાં જુશબ ધલ ના મકાનની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં જાહેરમાં અમુક ઇસમો ગંજી પાના વડે જુગાર રમતા હોય જે અંગે રેઇડ કરતા નીચેના ઇસમોને રોકડ રૂપીયા તથા મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આરોપી ( ૧ ) ઉમરશી મામદશા શેખ ઉ . વ - ૨૮ રહે - દાદુપીર રોડ શેખફળીયુ , ભુજ

( ૨ ) ઇબ્રાહિમશા ઓસ્માણશા શેખ ઉ . વ - ૨૬ રહે - દાદુપીર રોડ શેખફળીયુ , ભુજ

( ૩ ) હુસેનશા સુમારશા શેખ ઉ . વ - ૫૫ રહે - દાદુપીર રોડ શેખફળીયુ , ભુજ

( ૪ ) ઇબ્રાહિમશા સુમારશા શેખ ઉ . વ - ૩૯ રહે - દાદુપીર રોડ શેખફળીયુ , ભુજ

( ૫ ) જમનશા ભચલશા શેખ ઉ . વ - ૪ર રહે - દાદુપીર રોડ શેખફળીયુ , ભુજ

મુદામાલની વિગતઃ ( ૧ ) રોકડ રૂા . ૧૦ , ૩૮૦ / ( ૨ ) મોબાઇલ નંગ - ૨ કિ . રૂ , ૧૦ , ૫૦૦ / ( ૩ ) ગંજી પાના નંગ - પર કી . રૂા . ૨૦ / એમ કુલ્લે કી . રૂા . ૨૦ , ૮૮૦ / - નો મુદામાલ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર એન ખોટ તથા એ . એસ . આઇ પુનશીભાઇ એલ ગઢવી તથા પો . હેડ . કોન્સ શિવરાજસિહ પી રાણા તથા પો . કોન્સ . પરમવીરસિંહ કે . ઝાલા તથા હિતેશભાઇ એ વાઢેર તથા રાજેન્દ્રસિંહ એ . રાઠોડ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ .

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..