Back

વાગરા તાલુકા ની વડદલા ગામ ની ઘટના.

વાગરા: વડદલામાં 6 વર્ષનો બાળક બન્યો હવસનો શિકાર, જાણો કોણ છે એ હેવાન


પરપ્રાંતીય યુવકે આચર્યું 6 વર્ષના સગીર સાથે દુષ્કૃત્ય

દુષ્કર્મ બાદ બાળકની ગળે ટુંપો દઈ કરી હત્યા

પોલીસે મિથુન નામના પરપ્રાંતીય યુવકની કરી ધરપકડ

પોસ્કો તેમજ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી


હવસની ભૂખ જ્યારે માથે ધૂણે છે ત્યારે ઇન્સાન હૈવાન નું રૂપ ધારણ કરી લેતો હોય છે. અને પોતાની હવસ પૂરી કરવા તમામ હદો વટાવી નાખે છે. આવી જ ઘટના વાગરા તાલુકાના દહેજ પાસે આવેલ વડદલા ગામમાં બની છે.


ગામમાં જ રહેતા એક પરપ્રાંતીય યુવકે 6 વર્ષના બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. એટલું જ નહિ પોતાની હવસ સંતોષી હૈવાને બાળકને ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.


દહેજમાં ઔદ્યોગિક એકમો આવેલા છે અને અહીં પરપ્રાંતીય લોકો રોજગાર અર્થે આવતા હોય છે. જેમાં બાળકના પરિવારે પોતાનો દીકરો ગુમ થતાં દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા ઉત્તર પ્રદેશના ઝાંસી ના મિથુન નામના યુવકની ધરપકડ કરી હતી. યુવકની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવકે ચોંકાવનારો ખુલાસો કરી સગીર સાથે સૃષ્ટિ વિરદ્ધનું કૃત્ય આચરી બાળકની ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને બાળકની લાશને બાથરૂમ માં ફેંકી દીધી હતી.


પોલીસે નરાધમને જેલ પાછળ ધકેલી પોકસો એકટ અને હત્યાની ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


બીજી તરફ માસૂમ બાળકને ગુમાવનાર માતાએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ચોધાર આંસુડે રડી પોતાના દિલના ટુકડાને ગુમાવવાની વ્યથા જણાવી હતી. ભારે આક્રોશ સાથે માતાએ નરાધમને ફાંસીની સજાની માંગ કરી હતી. રિપોર્ટર સરફરાઝ સોલંકી

વાગરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..