Back

બેંગલુરુમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવી 2-1થી જીતી વન-ડે સીરિઝ

ભારતે ત્રણ મેચોની વનડે સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.287 રનનો પીછો કરતા ભારતે 47.3 ઓવરમાં પોતાનો લક્ષ્ય હાંસલ કરી જીત મેળવી. ત્રણ મેચોની વનડે સીરિઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી.


બેંગાલુરુમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા અને ભારતને સીરિઝ જીતવા માટે 287 રનોનો ટારગેટ દીધો. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 47.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી જીત મેળવી. ઓપનર રોહિત શર્માએ કરિયરની 29મી સેન્ચુરી ફટકારતા 128 બોલમાં 8 ફોર અને 6 સિક્સની મદદથી 119 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 57મી ફિફટી મારી હતી

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..