Back

ભરૂચ સરકાર ખાનગીકરણના માધ્યમથી અનામત ખતમ કરવા માંગે છે અહમદ પટેલ

ભરૂચ મુનશી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટના સિલ્વર જ્યુબિલી પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ટ્રેઝરર અહમદ પટેલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં તેમણે LRD, CAA અને NRC મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે RSSના પ્રમુખ જે પ્રમાણે બયાનબાજી કરી રહયાં છે તે જોતાં તેમની નિયત યોગ્ય લાગતી નથી રેલવે સહિતની અન્ય પી.એસ.ડી. સંસ્થાઓનું  જે પ્રકારે ખાનગીકરણ થઇ રહયું છે તે જોતાં સરકાર અનામત ખતમ કરી રહી હોય તેમ લાગી રહયું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે NRC અને CAA ના કાયદા સામે લોકો સ્વયંભૂ આંદોલનો ચલાવી રહ્યા છે જેમાં કોંગ્રેસ રાજકીય રોટલો શેકે છે તે વાત ખોટી છે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં બહુમતિના આધારે કાયદા માટે ઠરાવ પસાર કરાવવામાં આવશે આ કાયદા માટે સાધન સંપન્ન લોકો ગમે તે રીતે પુરાવા ઉભા કરશે પણ જે ગરીબ અને અસક્ષમ લોકો છે જેમને તેમના બાપ દાદાના જન્મદિવસ અને સ્થળ વિશે માહિતી નથી તેઓ ક્યાંથી પુરાવા રજૂ કરશે કાયદો ધર્મ કે જાતિ આધારિત ન હોવો જોઈએ તેથી સરકારે કાયદાની ફેરવિચારણા કરવી જોઇએ અત્રે ઉલ્લેખનીય છે કે મુન્શી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષોથી સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે પોતાની સેવાઓ પ્રદાન કરી રહયું છે અને આ ટ્રસ્ટ  સિલ્વર જયુબિલી ઉજવી રહયું છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..