Back

શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતના ખાલી પડેલ વોર્ડ નંબર ૧૨ની પેટાચૂંટણી યોજાઈ.

શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતના ખાલી પડેલ વોર્ડ નંબર બારની પેટાચૂંટણી ભારત વિદ્યાલય સાધલી ખાતે યોજાઈ જેમાં મતદારોએ ભારે ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું.

તાજેતરમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતના ખાલી પડેલ વોર્ડનંબર બારની પેટા ચૂંટણી ભારે રસાકસી ભરી જોવા મળી હતી .કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.પણ ખરેખર  બે ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો.


આજરોજ યોજાયેલ સાધલી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બારની પેટાચૂંટણી ભારત વિદ્યાલય સાધલી ખાતે યોજાઈ હતી.જેમાં વયોવૃદ્ધથી લઈ મહિલાઓ તથા યુવાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.


બંને ઉમેદવારોએ પોતપોતાની જીતનો દાવો કર્યો હતો. જીતનો તાજ કોના સિરેજસે તેતો  એકવીસમી  તારીકેજ મત ગણતરીના દિવસેજ ખબર પડશે.હમણાતો બંને ઉમેદવારોના ભાવિ ઇ વી એમ માં કેદ થઈ ગયેલ છે.

ઉલ્લેખનીય છેકે સાધલી ગામની નહીં પણ સમગ્ર શિનોર તાલુકાની  આ સાધલી ગ્રામપંચાયતના વોર્ડ નમ્બર બારની પેટાચૂંટણીના એસકવીસ તરીકે આવનાર જનતા જનાર્દનના ફેસલા પર ઉત્સુકતા પૂર્વક નજર મંડાએલ છે.


ફૈજ ખત્રી.શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..