Back

ડેડીયાપાડા મુખ્ય બજારમાં હેન્ડ બ્રેક માર્યા વગર ઢાળ પર ઉભેલી બોલેરો ગાડી ગબડતા મહિલાને ઇજા થઈ

ડેડીયાપાડા મુખ્ય બજારમાં હેન્ડ બ્રેક માર્યા વગર ઢાળ પર ઉભેલી બોલેરો ગાડી ગબડતા મહિલાને ઇજા થઈ 


રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મુખ્ય બજાર માં ઉભી રાખેલી બોલેરો જીપ અચાનક ઢાળ ઉપરથી ગબળતા એક મહિલાના પગે ગંભીર ઇજા થઇ હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડાના મુખ્ય બજાર મહાદેવ મંદિર સામે આવેલ ફીરોજભાઇ ખત્રીની કાપડની દુકાન બહાર મંજુલાબેન રતિલાલ પંચાલ(ઉં.વ.૬૨) રહે. દેડીયાપાડા, પારસીટેકરા ખુરશી પર બેઠેલા હતા ત્યારે બોલેરો જીપ નં.GJ-22-U- 1639 નો ચાલક ડ્રાઈવર પોતાનું વાહન દેડીયાપાડા, ચારરસ્તા પર હેન્ડ બ્રેક લગાવ્યા વગર ઢાળમા ઉભી રાખી અને ગાડી નીચે પથ્થર કે કોઇ ઉગટ ટાયર નીચે આડુ મુક્યા વગર નીચે ઉતરીને બાજુમા આવેલી દુકાને ગયેલ તે વખતે ગાડી અચાનક નીચે ગબડી જતા ગાડીનું ટાયર મંજુલાબેનના પર ચડી જતા પગમા ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.આ બાબતે મંજુલાબેને ફરિયાદ આપતા પોલીસે બોલેરો ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..