Back

ડાંગ જિલ્લામાં પોલીયો રસીકરણનો શુભારંભ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ડાંગ: જિલ્લામાં જનરલ હોસ્પિટલ આહવા ખાતે નિવાસી અધિક કલેક્ટર ટી.કે. ડામોરની અધ્યક્ષતામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સંજય શાહ તથા આરોગ્ય વિભાગની ટીમની ઉપસ્થિતિમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

આહવા ખાતે નિવાસી અધિક કલેક્ટર રસીકરણની ઝુંબેશને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમાં તારીખ ૧૯ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી દરમિયાન એક પણ બાળક પોલિયોના ટીપા વિના રહી ન જાય તેની તકેદારી રાખવાની રહેશે. ડાંગ જિલ્લાના તમામ રસ્તાઓના નાકા ઉપર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીયો રસીકરણના સરકારશ્રીના અભિગમને સાર્થક બનાવવા તમામ લોકોને સહયોગ આપવા ડામોરે અનુરોધ કર્યો હતો.


અધિક જિલ્લા આરોગ્ય ડૉ. સંજય શાહે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે બૂથ ઉપર પોલિયોના ટીપા પીવડાવશે બીજા અને ત્રીજા દિવસે બૂથ પર પોલિયો રસી પીવડાવવામાં બાકી રહી જતાં બાળકોને આવરી લેવા ઘરે ઘરે સર્વે કરી કામગીરી પૂર્ણ કરાશે.


આરોગ્ય વિભાગના કુલ ૧૧૦૬ સભ્યોની ટીમ દ્વારા કુલ ૨૨૯ બૂથો અને ૧૦ મોબાઈલ ટીમો, ૫૦ ટ્રાન્ઝિટ ટીમો દ્વારા ૦ થી ૫ વર્ષના અંદાજિત ૩૬,૧૭૯ બાળકોને પોલિયો રસી પીવડાવવી સુરક્ષિત બનાવાશે.

પોલિયો રસીકરણ અભિયાનને સફળ બનાવવા તથા જનજાગૃતિ ફેલાવવા લોકપ્રતિનિધિઓ, સામાજિક કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકરો, આશા બહેનો, આરોગ્ય કાર્યકરો તથા વિવિધ ખાતાના અધિકારીઓ સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણ માટે સહયોગી બન્યા હતા.


આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..