Back

રાધનપુર ખાતે ગુજરાતપત્રકાર એકતા સંગઠનની પાટણ જિલ્લા પ્રમુખશ્રી ની અધ્યક્ષ સ્થાને મળી.

પ્રહલાદ વ્યાસ. વાત્સલ્ય ન્યૂઝ. પાટણ.


રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી.

પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના રાધનપુર સાતલપુર તાલુકા વિભાગના પ્રમુખ મંત્રી સહિત કારોબારીની રચના કરવામાં આવી.

એકતા સંગઠન ની ટીમને એક અને નેક બની સંગઠનને મજબૂત કરવા આહવાન કરાયું...

ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ લાભુભાઈ કાત્રોટીયા તેમજ સંગઠન પ્રભારી સલીમભાઈ બાવા ના અથાગ પ્રયત્નોથી સમગ્ર ગુજરાતના જિલ્લા મથકો ખાતે પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના ઉત્સાહી પ્રમુખ હર્ષદભાઈ પંચોલી અને તેમની ટીમ દ્વારા રવિવારના રોજ રાધનપુર નર્મદા કચેરી  ખાતે પાટણ જિલ્લાના બે તાલુકા રાધનપુર ,સાંતલપુર તાલુકાના પ્રમુખ, મંત્રી સહિત કારોબારીની રચના સર્વાનુમતે કરવામાં આવી હતી.

નર્મદા કચેરી ખાતે બે તાલુકાના પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યની રચના અર્થે મળેલી અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ હર્ષદભાઈ પંચોલીએ પત્રકારોને એક અને નેક બની સંગઠનની ભાવના સાથે પત્રકાર એકતા સંગઠન ને આગળ ધપાવવા અપીલ કરી હતી.

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર તાલુકા ની સંયુક્ત કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં  રાધનપુર માં પ્રમુખ તરીકે નાથાલાલ  ઉપપ્રમુખ  જ્યંતીભાઈ જોષી મહામંત્રી પદે કીર્તિભાઈ ઠક્કર,સહ મંત્રી બાબુભાઇ પરમાર,  તેમજ આઇ ટી સેલ માં વિક્રમ ઠાકોર ,ખજાનચી માં જગદીશ પંચાલ ની વરણી કરવામાં આવી હતી. જ્યારે સાંતલપુર તાલુકામાં પ્રમુખ તરીકે આસ્થીક રાજગોર, ઉપપ્રમુખ તરીકે અશરફ મલેક, મંત્રી  ચનુભા , મહા મંત્રી જશુદાન ગઢવી આઇટી સેલ ભગીરથ જાડેજા ની સર્વાનુમતે વરણી કરાઈ હતી. 

રાધનપુર નર્મદા કચરી ખાતે મળેલી આ બેઠકમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના યશપાલ સ્વામી,વિનોદ ગજ્જર,  પ્રવીણ દરજી, નાનજીભાઈ ઠાકોર,દક્ષેશ ખત્રી કનુભાઈ ઠાકર, તેમજ પ્રદેશ કક્ષાના કમલેશભાઈ પટેલ તેમજ અને રાજેશભાઈ જાદવ, પરેશ ઝાલા, જયપ્રકાશ વ્યાસ,સહિતના સભ્યો અને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગના અંતે રાધનપુર, સાંતલપુર ના પત્રકાર મિત્રો દ્વારા તૈયાર કરાયેલ ભોજનનો રસાસ્વાદ માણીને આનંદ સાથે પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનનો જય જય કાર કરવામાં આવ્યો હતો.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..