Back

લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુમ્મરે દિપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો

રાષ્ટ્રીય અભિયાન પોલિયો નાબૂદી અંતર્ગત તારીખ 19- ૧- 20૨૦ ના રોજ રાતે સિવિલ હોસ્પિટલ ખાતે લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુમ્મરે દિપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો

       અમરેલી જિલ્લા કલેકટર આયુષ્ય ઓક ની સૂચનાથી તમામ તાલુકા વિભાગના હેલ્થ સેન્ટર ખાતે તા.૧૯- 1-20૨૦ના રોજ પોલિયો નાબૂદી અભિયાન હાથ ધરવામાં આવેલ છે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુમ્મરે દિપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આર.આર.મકવાણા સાહેબ હેલ્થ સુપરવાઇઝર ટાંકભાઈ, હેલ્થ સ્ટાફ, આશાવર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યશ્રી  ઠુમ્મરે બાળકોને બે ટીપા પીવડાવી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો લાઠીમાં સિવિલ હોસ્પિટલ, એસટી બસ સ્ટેન્ડ, લુવારીયા દરવાજા, ચાવંડ દરવાજા, અને અનેક બુથો ઉભા કરવામાં આવેલ છે આ ઉપરાંત આશાવર્કર બહેનો ઘેર ઘેર જઈને કોઈપણ બાળક પોલ્યાના બે ટીપા થી વંચિત ના રહે એવા અભિગમને વેગ આપી રહ્યા છે.લાઠી પત્રકાર રાજ્યગુરૂ એ દરેક બુથની મુલાકાત લીધી હતી.પોલીએ ના બે ટીપા માનવીની જિંદગી બચાવી શકે છે અને આ રાષ્ટ્રીય અભિગમને વિરજીભાઇ ઠુમ્મરે બિરદાવી લાઠી ના તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..