Back

શિનોર તાલુકાના સાધલી.અવાખલ. માલસર સહિતના ગામોમાં ૧૯જાન્યુઆરી રવિવારે પોલિયો બુથ ઉપર ૦ થી ૫ વરસના બાળકોને પોલીઓનાટીપા પીવડાવવામાં આવ્યા.

શિનોર તાલુકાના  માલસર. સાધલી.અવાખલ સહિતના ગામોમાં ૧૯મી જાન્યુઆરીને રવિવારે પોલીયો બુથ ઉપર ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજ રવિવારના રોજ સાધલી.માલસર.અવાખલ સહિત સમગ્ર શિનોર તાલુકાના ગામોમાં પોલીયો અભિયાન અંતર્ગ ૦ થી ૫ વર્ષના બાળકોને  પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી.


પોલિયો અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આશા વર્કર બહેનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. 

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી.ડી.ગોહિલે જણાવ્યુ હતુ કે, દેશમાં પોલીયોનો એક પણ કેસ ન થાય તે હેતુથી પોલીયો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પોલીયો અભિયાન તાલુકાના તમામ ગામોમાં પ્રાથમિક આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પણ પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપવામાં આવી રહ્યો છે. રવિવારે પોલીયો અભિયાનના  દિવસે વાલીઓએ પોતાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલીયો બુથ પર લઇ જઇને પોલીયોના ટીપા અવશ્ય પીવડાવવા જેથી પોલિયોની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકાય.


ફૈજ ખત્રી.શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..