Back

ચમારડી ગામે પીઢડીયા પરીવાર ને સાત્વાના પાઠવતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર.

ચમારડી ગામે પીઢડીયા પરીવાર ને સાત્વાના પાઠવતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર.


બાબરા.

         બાબરા ના ચમારડી ગામે રહેતા અને સેવાભાવી સ્વ.ભવાનભાઈ ગોરધનભાઈ પીઢડીયા નું તા.૧૮/૧/૨૦૨૦ ના રોજ દુ:ખદ અવસાન થયું હતું તેના સમાચાર બાબરા લાઠી વિસ્તાર ના ધારાસભ્ય અને લોકસેવક ગણાતા અને પોતાના મતવિસ્તાર મા લોકો ની હર હમેંશા સાથે રહેતા શ્રી વિરજીભાઈ ઠુંમ્મર ને મળતા દુ:ખ વેક્ત કર્યું હતું અને ચમારડી જઈ સ્વ. ભવાનભાઈ ને શ્રધ્ધાંજલી પઠવી હતી તેમજ તેમના આત્માને શાંન્તિ મળે તેવી પ્રભુ ને પ્રાર્થના કરી હતી. સાથે સ્વ.ભવાનભાઈ ના અવસાન થી પરીવાર પર આવેલ દુ:ખ ને સહન કરવા ની સક્તિ પ્રભુ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી સાથે સ્વ.ભવાનભાઈ ના પુત્ર પ્રવિણભાઈ તેમજ પ્રકાશભાઈ તથા પીઢડીયા પરીવાર ને સાત્વાના આપી હતી. તેમજ ધારાસભ્ય શ્રી ના દરવાસ હમેંશા તેમના માટે ખુલ્લા છે તેવી ખાત્રી પણ આપી હતી.આ તકે કુલદીપભાઈ બસીયા, ભરતભાઈ પીઢડીયા, વગેરે આગેવાનો સાથે રહીયા હતા.

     કહેવાય છે કે બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ પોતાના મતવિસ્તાર ના લોકો માટે હમેંશા મદદ માટે ત્યાર હોય છે અને સારા નરસા પ્રસંગો મા પોતાની હાજરી હમેંશા આપે છે. ત્યારે આજે ચમારડી ગામે પીઢડીયા પરીવાર ને સાત્વાના પઠવી હતી અને તેમના દુ:ખ મા સહભાગી થયા હતા.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર 

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..