Back

પી.વી લખાની ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અમલસાડ માં આનંદ મેળો યોજાયો

ગણદેવી તાલુકાના અમલસાડ નજીકના  સરીબુજરંગ સ્થિત પી.વી લખાની સ્કૂલ સંકુલમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ વિદ્યાર્થીઓમાં છુપાયેલી કલા શક્તિ ને બહાર લાવવાના શુભઆશય થી  આ આનંદ મેળા નું આયોજન કર્યું હતું આ આનંદ મેળામાં દરેક વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લઈ વિવિધ ખાણીપીણીના સ્ટોલ લગાવ્યા હતા શાળામાં યોજાયેલા આનંદ મેળા નો મોટી સંખ્યામાં વાલીઓ મહેમાનો સહિત લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે પી.વી. લખાની ઇંગ્લીશ મીડીયમ સ્કુલના કેમ્પસ ડાયરેક્ટર નિવેદિતા શ્રીવાસ્તવ આચાર્યા સબાના ચાઉ સે તમામ ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકોની કાર્ય સિદ્ધિને બીરદાવી હતી

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..