Back

જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ ખેરગામમાં ઉજવાશે

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગરીમાપુર્વક અને ઉલ્લાસભેર વાતાવરણમાં યોજાય તેના આયોજન માટે નિવાસી અધિક કલેકટર કે જે રાઠોડ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર રાઠોડે જણાવ્યું હતું કે નવસારી જિલ્લાનો 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખેરગામ ખાતે કરાશે જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભાતફેરી સ્વચ્છતા સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિ ગીતો તથા પોલીસ વિભાગ દ્વારા હોમગાર્ડ એન.સી .સી પરેડ શો શસ્ત્ર પ્રદર્શન ટ્રાફિક અવેરનેસ જાગૃતિ તેમજ વિવિધ વિભાગોના  ટેબ્લો રજૂ કરવામાં આવશે આ સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓનું વિશેષ સન્માન કરાશે ખેરગામમાં સરકારી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવશે સફાઇ ઝુંબેશ મહોલ્લા શેરીઓની સફાઇ ઝુંબેશ યોજાશે આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર .આઈ .શેખ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી .રાણા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..