Back

બોડેલીના છત્રાલી ગામે શ્રીમતી એલ.વી.ભક્ત વિદ્યાલયનો સુવર્ણ મહોત્સવ ઉજવાયો

બોડેલીના છત્રાલી ગામે શ્રીમતી એલ.વી.ભક્ત વિદ્યાલયનો સુવર્ણ મહોત્સવ ઉજવાયો 


છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છત્રાલી ગામે શ્રીમતી એલ.વી.ભક્ત વિદ્યાલયને ૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદેશથી આવેલા મહેમાનો,ગ્રામજનો,ભૂતપૂર્વ શિક્ષકો,વિદ્યાર્થીઓ,મંડળના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા 

   મળતી વિગતાનુસાર બોડેલી તાલુકાના છત્રાલી ગામે આવેલ શ્રીમતી એલ.વી.ભક્ત વિદ્યાલયની સ્થાપના ઈ.સ.૧૯૬૮ માં સ્વ પરાગજીભાઈ ભગતના મકાનમાં કરવામાં આવી હતી શરૂઆતમાં આ સ્કૂલનું નામ શ્રી નાના અમાદરા - છત્રાલી આદર્શ વિદ્યામંદિર રાખવામાં આવ્યું હતું શાળાનું બાંધકામ કરવા જમીનના દાતા તરીકે સ્વ.વંદ્રાવણભાઇ ભગવાનભાઇ અને સ્વ વંદ્રાવણભાઇ બાપુભાઈએ જમીન દાનમાં આપી ટ્રાઇબલ સબ પ્લાનની સહાયથી બાંધકામ કરવામાં આવ્યું સરકારે કુમાર છાત્રાલયની મંજૂરી આપી નવજીવન આદર્શ કુમાર છાત્રાલય બનવાથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો આ શાળાને ૫૦ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી શ્રીમતી એલ.વી.ભક્ત વિદ્યાલયના પટાંગણમાં બપોરે ૧:૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે હરગોવિંદભાઈ વૃંદાવનભાઈ ભગત ,મુખ્ય વક્તા તરીકે આણંદ એજ્યુકેશન કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો.પિનાકીનપ્રસાદ કે યાજ્ઞિક સહીત વિદેશથી પધારેલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સુવર્ણ મહોત્સવમાં વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ તરફથી રજુ કરવામાં આવી હતી જેમાં ડાન્સ,પિરામિડ,નૃત્ય નાટિકા,ઘુમ્મર નૃત્ય,આદિવાસી લોકનૃત્ય  નાટક,ગુજરાતી ગરબો સહિતની વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી સમગ્ર હાઇસ્કૂલની જીવનગાથા જગદીશભાઈ પટેલે વર્ણવી હતી સ્મરણિકા અંકનું વિમોચન કાર્યક્રમના અધ્યક્ષ હરગોવિંદભાઈના કરકમલોથી કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય વક્તા આણંદ એજ્યુકેશન કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો.પિનાકીનપ્રસાદ કે યાજ્ઞિકે વિદ્યાર્થીઓને સફળતાનો જીવનમંત્ર આપી ઉદબોધન કર્યું હતું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને નાના અમાદરા - છત્રાલી કેળવણીના પ્રમુખ ઇન્દ્રવદનભાઈએ પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું વિદેશમાંથી પધારેલ મહાનુભાવો,ભૂતપૂર્વ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લે આભારવિધિ કેળવણી મંડળના મંત્રી ધીરજભાઈ ભગતે કરી હતી