Back

વિદેશી દારૂ લઈને જતા ઈસમો પૈકી એક ઝડપાયો


ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામથી નેત્રંગ તરફ જવાના માર્ગ પર એક મોટર સાયકલ અને એક મોપેડ પર વિદેશી દારૂ લઈને જતા ઈસમો પૈકી એક ઝડપાયો હતો.જ્યારે અન્ય ત્રણ ઈસમો ભાગી છુટ્યા હતા.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ તા.૧૭ મીના રોજ રાજપારડી નજીક નેત્રંગ રોડ પર રાત્રે ૭ થી ૮ વાગ્યાના અરસામાં પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે રઝલવાડા ગામના પાટિયા પાસે એક મોટર સાયકલ અને એક મોપેડ શંકાસ્પદ જણાતા તેમને અટકાવાતા આ બે વાહનો લઈને જતા ઈસમો પૈકી ૩ જેટલા ઈસમો નાસી છુટ્યા હતા અને એક આશરે અઢારેક વર્ષની વયનો યુવક પકડાવા પામ્યો હતો.પોલીસ ની ઝડતી દરમ્યાન બે સ્કુલ બેગ માં ભારતીય બનાવટના પ્રતિબંધિત વિદેશી દારૂના કુલ ૮૦ જેટલા જેની કિંમત રૂપિયા ૮૦૦૦ ની દારૂના ક્વાર્ટર્સ હાથ લાગ્યા હતા.પોલીસે આ ગુનામાં વપરાયેલ મોટર સાયકલ મોપેડ એક મોબાઈલ તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા ૪૩,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ઝડપાયેલા અઢારેક વર્ષના જણાતા યુવક પાસેથી પોલીસે નાસી છુટેલા અન્ય ત્રણ ઈસમો વિષે માહિતી મેળવીને આ ફરાર થયેલા ઈસમોને ઝડપી પાડવા કવાયત હાથધરી હતી.આ પકડાયેલ વિદેશી દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તેની વિગતો પોલીસ તપાસ દરમ્યાન બહાર આવશે તેમ જણાય છે.ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામા નાસી છુટેલ ત્રણ ઈસમો પૈકી એક સગીર વયનો કિશોર પકડાવા પામ્યો છે.


ઈરફાન ખત્રી 

રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..