Back

જીલ્લા-સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

જનપ્રતિનિધિઓના પ્રજાકીય પ્રશ્નોના વાજબી,ઝડપી અને સમયસર ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ કરવા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાનો અનુરોધ ભરૂચ જીલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાએ જીલ્લા સંકલન સમિતિમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતાં લોકપ્રશ્નોનો સમયસર,વાજબી અને ઝડપી ઉકેલ લાવવા અને જનપ્રતિનિધિને સમયસર પ્રત્યુત્તર પાઠવીને પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ કરાવવા ખાસ અનુરોધ કર્યો છે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા,ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,જંબુસરના ધારાસભ્ય સંજ્યભાઈ સોલંકી,જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન,ડી.વાય.એસ.પી,નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ,પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને અધ્યક્ષ સ્થાને થી સંબોધતા જીલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ખેડૂતો,ગરીબો,સામાન્ય અને છેવાડાના નાગરિકો કોઈ પણ લાભથી વંચિત ન રહે તેની ખાસ કાળજી લેવા અધિકારીઓને જણાવ્યું હતું સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ નાગરિકોની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત પાણી,રસ્તા અને વિજળી જેવી સમસ્યાઓ માટે જીલ્લાના અધિકારીઓ તાકીદે આ કામગીરી હાથ ધરે તેમ જણાવ્યું હતું બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ,જમીન સંપાદન,પાણી,રસ્તા,વિજળી,ચેકડેમ બાબતે,શહેરી વિસ્તારમાં ગરીબોને નિવાસ, વિધવા સહાય, વૃધ્ધોને પેન્શન, ઉદ્યોગો દ્વારા રોજગારી આપવા બાબત,મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, ઉદ્યોગોના પ્રદૂષણયુક્ત પાણી બાબત,પુર અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવા,સ્મશાન ગૃહ માટેની જમીન ફાળવવા અંગે, ટ્રાફિક સમસ્યા વિગેરે જેવા જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નોની કલેક્ટરે સમીક્ષા કરી હતી અને હકારાત્મક નિકાલ માટે જરૂરી સુચનો કરી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સબંધિત અધિકારીને સુચના આપી તેની જાણ પદાધિકારીઓને કરવા પણ જણાવ્યું હતું

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..