Back

જંબુસર તાલુકાનાં નિવૃત કર્મચારી મંડળની કારોબારીસભા સંપન્ન

જંબુસર તાલુકા નિવૃત કર્મચારી મંડળના ઉપક્રમે સંસ્થા પ્રમુખ અમીરૂદીન.એસ.સૈયદના અધ્યક્ષ સ્થાને જંબુસર તાલુકા પંચાયત હોલમાં કારોબારી સભામાં તાજેતરમાં અવસાન પામેલા સભાસદોને શ્રદ્ધાંજલી તથા સક્રિય સલાહકાર સભ્ય અને ભ. સ્વામિનારાયણ ના ભક્તરાજ શ્રી ઠાકોરભાઇ.એમ.પટેલ (ઉબેર) અમેરિકા પ્રવાસે જતા હોવાથી તેમનું મંડળ દ્વારા શાલ-પુષ્પથી  વિદાય-શુભેચ્છા સન્માન થયું જેમાં સંસ્થાના અધ્યક્ષ હીરૂભાઇ પઢિયાર, પ્રમુખ અમીરૂદીન સૈયદ, ઓડિટર ઇશ્વરભાઇ ગોહિલ, એસ.બી.આઇ.ના મેનેજર વર્ષાબહેન મોઢા જોડાયા, કાર્યક્રમ-સંચાલન અને આભાર દર્શન પ્રો.બી.આર ત્રિવેદીએ તથા શુભેચ્છા પ્રવચન મંત્રી શ્રી યુસુફભાઇ.કે.મલેકે કર્યા બાદ પાછલી બેઠકની કાર્યવાહી અને ડિસેમ્બર-૧૯ સુધીનો હિસાબ આપ્યો, 

     આ પ્રસંગે એસ.બી.આઇ. જંબુસર શાખાના સંનિષ્ઠ મેનેજર વર્ષાબહેન મોઢા, ધમેન્દ્ર પટેલ, મનુ પઢિયાર, રવિભાઇ, વિક્રમસિંહ ની ટીમ પધારતાં મંડળના ટોચના હોદ્દેદારો ઉપરાંત હસમુખ શાહ, રાજ્ય પ્રતિ વિનાયક ઠાકર, સન્માનિત દોડવીર હસમુખ જંબુસરીયા નું સન્માન થયું. વર્ષાબહેન મોઢાએ નિવૃતો માટે એસ.બી.આઇ તરફથી પ્રસ્તૃત થયેલ પેન્શન-લોન યોજના તથા તેના ફાયદાઓની વિગત આપી સહકારની ખાત્રી આપી.છેલ્લે પ્રમુખ શ્રી અમીરૂદીન સૈયદે નિવૃતોના સંયુકત ખાતાં, નોમિની, ડોકયુમેન્ટસ વ.મુદ્દાઓ પર ભાર મુકયો પત્રકારસંઘના ઉપપ્રમુખ ફારૂક સૈયદ કાવી નું પણ સન્માન અમીરૂદીન સૈયદ હસ્તે કરવામાં આવ્યું. 

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..