Back

બાબરા ના જીવદયા પ્રેમીઓ દ્રારા અમરેલી જઈને ૧૫ ગૌવંસ ને બચાવ્યા.

બાબરા ના જીવદયા પ્રેમીઓ દ્રારા અમરેલી જઈને ૧૫ ગૌવંસ ને બચાવ્યા.


બાબરા.

          બાબરા ના જીવદયા પ્રેમી ભાઈઓ દ્રારા અમરેલી જઈને ૧૫ ગૌવંસ ને બચાવ્યા. મળતી માહીતી મુજબ ગત તા.૧૭/૧/૨૦૨૦ ની રાત્રે આશરે દસેક વાગ્યે બાબરા મા રહેતા ગજેન્દ્રભાઈ ભુપતભાઈ શેખવા ને બાતમી મળી કે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી કતલ કરવા માટે એક ટોરસ ટ્રક નંબર HR 38 R 7426 માં બળદો ભરીને ગોધરા તરફ કતલ માટે રાત્રી દરમ્યાન લઈ જવાના છે. જેવી માહીતી મળેલ ત્યારબાદ ગજેન્દ્રભાઈએ જીવદયા ના સભ્યો ધર્મેન્દ્રભાઈ મનુભાઈ બસીયા, તથા સાગરભાઈ રાજ્યગુરુ, મૌલીકભાઈ શૈલેષભાઈ તેરૈયા રહે તમામ બાબરા વાળો ને આ વાત ની જાણ કરી અને આ લોકો પોતાના પ્રાઈવેટ વાહન માં બાબરા થી અમરેલી જવા આશરે અગિયાર વાગ્યે નીકળેલા હતા.

      ગત તા.૧૮/૧/૨૦૨૦ ની શરુ રાત્રી ના બારેક વાગ્યાથી તેઓ અમરેલી બગસરા રોડ ઉપર વોચમાં હતાં તે દરમ્યાન એક વાગ્યા ની આસપાસ એક ટ્રક બગસરા તરફ થી આવતા આ ટ્રક નજીક આવતા જે બાતમી વાળા નંબર વાળી ટ્રક હોય તેને હાથ ઉંચો કરી ઉભો રાખવા પ્રયત્ન કરેલ પરંતુ ટ્રક ના ડ્રાઈવરે ટ્રક ઉભો રાખેલ નહી અને ટ્રક ડ્રાઈવર પુરઝડપે અને બેફિકરાઈ થી ચલાવી ને ભાગવા લાગેલ તેથી આ જીવદયા ગ્રુપ ના સભ્યો એ પોતાના પ્રાઈવેટ વાહનમાં ટ્રક નો પીચો કરેલ પરંતુ ટ્રક ડ્રાઈવર ટ્રક ઉભો રાખેલ નહી આ ટ્રક અમરેલી સીટી તરફ હંકારી મુકેલ અને ટ્રક અમરેલી સીટી વિસ્તાર માંથી પસાર થતાં જીવદયા ગ્રુપ ના સભ્યો એ અમરેલી પોલિસ ની પી.સી.આર. વાન રસ્તા માં મળતા તેમા રહેલ પોલિસ જવાનો ને આ જીવદયા ગ્રુપ ના સભ્યોએ બનાવની વાત કરેલ અને તેઓ અમરેલી પોલિસ કંટ્રોલ ને જાણ કરેલ હતી 

       આ ટ્રક અમરેલી થી બાબરા તાલુકા ના લુણકી ગામ પાસે આવતા ટ્રક ના ડ્રાઈવરે ટ્રક ઉભો રાખી અંધારા નો લાભ લઈ ટ્રક નો ડ્રાઈવર અને ક્લીનર ટ્રક મુકી નાસી ગયા હતા. બાદમાં આ જીવદયા ગ્રુપ ના સભ્યો ટ્રક માં તપાસ કરતા ટ્રક ઉપર તાલપત્રી નાખેલી હોય અને ટ્રક પાછળ ના મોટા પાટીયા ના પડખા ઉપર ચડી તાલપત્રી ઉચી કરી ટ્રક ની અંદર જોતા કુલ ૧૫ બળદો દોરડીથી ગળાફાસો આવે તે રીતે બાંધી હલન ચલન પણ ના કરી શકે તે રીતે બાંધેલા હોય તેમજ કોઈ પાટેશન કે ઘાસચારા ની કે પાણી ની સગવડ નહી રાખી ક્રૂરતા પુર્વક બાંધેલા નું જણાય આવેલ હતું આ બારાની તપાસ બાબરા પોલિસ કરી રહી છે. આ ટ્રક બાબરા પોલિસ સ્ટેશને લાવેલ હતા આ બળદ ની એક નંગ ની કિમત રૂપિયા ૪૦૦૦/ એટલે કે કુલ ૧૫ બળદ ની કિમત આસરે રૂપિયા ૬૦,૦૦૦ તથા ટ્રક ની કિમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) હોવા નું પોલિસ નું માનવું છે.

     આ ટ્રક નો ચાલક અને ક્લીનર નાચી ગયા છે આ આરોપીની સામે આઈ.પી.સી. કલમ ૨૭૯,૨૯૫(ક),૧૪૪, તથા ધી ગુજરાત પ્રાણી આરંક્ષણ અધિનિયમ ૧૯૫૪ ની કલમ ૬(ખ),(૧,૨,૩,૫,૮) તથા ધી ગુજરાત પ્રાણી આરંક્ષણ સુધારાણા અધિનિયમ ૨૦૧૧ તથા સુધારાણા અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૬(૧)(૩)(૬)(ક)(ખ) તથા પશુ ઘાતકીયપણ એકટર કલમ ૧૯૬૦ ની કલમ ૧૧(ડી) મુજબ તપાસ મા જેઓના નામ ખુલ્લે તેની સામે ધોરણસર ની કાર્યવાહી થાય તેવી ગજેન્દ્રભાઈ શેખવાએ ફરીયાદ કરેલ છે.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..