Back

કાલોલ નગરપાલિકા નો અંધેર વહીવટ એક તરફ સ્વચ્છતા અભિયાન બીજી તરફ વૉર્ડ નં ૪ મા ગંદકી ની ભરમાર

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ નગર ના વોર્ડ નંબર ૪ ની ભાગ્યોદય સોસાયટીમાં ભારે ગંદકી જોવા મળે છે મુખ્ય માર્ગ પર આવેલ આ સોસાયટી ના રસ્તે થઈ ને લગભગ બાર જેટલી સોસાયટી આવેલી છે વધુમાં ચૂંટાયેલા કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન દિપકભાઈ સોલંકી આ જ વોર્ડ માં રહે છે ભૂતકાળમાં આ સોસાયટીમાં ગંદકી ના કારણે ડેન્ગ્યુ જેવા જીવલેણ બીમારી ના દર્દીઓ પણ જોવા મળેલ છે આ વિસ્તાર માં વરસાદી પાણી ભરાવવા ના પણ બનાવો દરમિયાન પાલિકા ની ઉદાસીનતા સામે આવેલ વોર્ડ ન.૪ મા આવતાં મઢ ફળિયા,વૃંદાવન સોસાયટી તથા ભાગ્યોદય સોસાયટી,ચામુંડા નગર સોસાયટી ના રહીશો પરેશાન રહે છે પણ પાલિકા દ્વારા આ ગંદકી નો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી ગટરો ઉભરાવા ને કારણે કે પછી અન્ય કોઇ કારણે રસ્તા ઉપર ગંદા પાણી ની રેલમછેલ જોવા મળે છે કચરાપેટી નજીક જ કચરા ની ભરમાર જોવા મળે છે નાના બાળકો અને સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ ને પણ ભારે પરેશાની થઈ રહી છે ન છૂટકે પાણી માં થઈ પસાર થવુ પડે છે. લોકો દ્વારા પાલિકા માં રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર નફ્ફટ બની ગયું છે કોર્પોરેટરો દ્વારા પણ રજુઆત કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ચોંકાવનારી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી પાલિકા નું જે.સી.બી અને વેક્યુમ નાણાં ના અભાવે રીપેર થતું નહી હોવાનું બહાર આવ્યું છે એક તરફ ડામર રોડ ઉપર થિંગડા મારી દીવાળી ના દિવસો માં  તેત્રીસ લાખ રૂપિયા નો ધુમાડો કરનારી પાલિકા પાસે હાલ ભંડોળ નથી તે હકીકત સ્પષ્ટ થઈ છે સ્વ ભંડોળ ના નાણાં, વિવેકાધીન ગ્રાન્ટ હોય કે શહેરી વિકાસ ની ગ્રાન્ટ ભ્રષ્ટાચાર ના ભોરીંગે કાલોલ ને સાણસામાં લીધું હોય તેવું લાગે છે.કાલોલ ના નગરજનો સ્વચ્છ વહીવટ માગે છે પરંતુ સ્વચ્છતા ના બેનરો લગાવી,રેલીઓ કાઢનારી કાલોલ  નગરપાલિકા ની અસલિયત બહાર આવી રહી છે લોકો મનફાવે તેમ પોતાના ઘર પાસે બમ્પરો મૂકી રહ્યા છે પાલિકા નો આવા લોકો પર કોઈ અંકુશ નથી હાલ લગ્ન ની સિઝન શરૂ થઈ રહી છે  ત્યારે વૉર્ડ નં ૪  ની આ સમસ્યાનું નિરાકરણ કાલોલ નગરપાલિકા દ્વારા વહેલી તકે કરવાની માંગ ઉઠી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..