Back

દિલ્હી ખાતે તીરંદાજી એસોસીએશન ઑફ ઇન્ડિયા ની બોડી ની રચના, ગુજરાત નું ગૌરવ.

દિલ્હી ખાતે તીરંદાજી એસોસીએશન ઑફ ઇન્ડિયા ની બોડી ની રચના માદિનેશભાઇ ભીલ તીરંદાજ જોઇન્ટ સેક્રેટરી ની પોસ્ટ માટે ચૂંટણી માં વિજય થયા .ગુજરાત નું ગૌરવ.


..રિપોટ જાવેદ પઠાણ નસવાડી

દિલ્હી ખાતે તીરંદાજી એસોસીએશન ઑફ ઇન્ડિયા ની બોડી ની રચના માટે  પ્રમુખ ઉપપ્રમુખ જોઇન્ટ સેક્રેટરીનું ઇલેક્શન કરવામાં આવ્યું હતુ પ્રમુખ તરીકે અર્જુન મુંડા ઝારખંડ રાજય ના પુર્વ મુખ્ય મંત્રી અને હાલના કેન્દ્રીય આદિજાતિ મંત્રી ચૂંટાઈ આવ્યા સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ માં કેપ્ટન અભિમન્યુ સિંધુ હરિયાણા રાજય ના નાંણા મંત્રી અને એમની ટીમ માં દિનેશભાઇ ભીલ તીરંદાજ જોઇન્ટ સેક્રેટરી ની પોસ્ટ માટે ચૂંટણી જીત્યા છે  આખા ભારત માં કુલ રાજયો ના  52 વોટ હતા તેમાંથી દિનેશભાઈ ભીલ તીરંદાજ ને 43 મત ની જંગી બહુમતી થી વીજ્યી થયા રાષ્ટ્ર્રીયકક્ષા ના એસોસીએશન માં ગુજરાત અને તે પણ નસવાડી જેવા અંતરીયાળ વિસ્તાર ને પ્રતિનિધિત્વ મલ્યૂ એ ગુજરાતમાં તીરંદાજી રમત નું ભવિષ્ય ખુબ ઉજ્જવલ બનશે.