Back

કાલોલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કારીબારી બેઠક બેઢિયા જલારામ મંદિર ખાતે યોજાઈ.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર.સાજીદ વાઘેલા




આજરોજ કાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની કારોબારીક બેઠક બેઢિયા જલારામ મંદિર ખાતે અધ્યક્ષશ્રી વિનોદકુમાર અમીન ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.જેમાં પંચમહાલ જિલ્લા શૈક્ષિક મહાસંઘ ના મંત્રીશ્રી ચેતનભાઈ વાળંદ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા હતા. બેઠક માં મહાસંઘ ના તમામ હોદ્દેદારશ્રી ઓ તથા બેઢિયા પગારકેન્દ્ર ના શિક્ષક ભાઈઓ તથા બહેનો એ પણ મોટી સંખ્યા માં હાજર રહેલ હતા. બેઠક ની શરૂઆત શ્લોક, સર્વ ધર્મ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ ગત બેઠક નું પ્રોસીડિંગ વંચાણે લીધું.કાલોલ તાલુકા ની શિક્ષિકા બહેનો ના પ્રશ્નો ને વાચા મળે તેમજ તેમના હિત ને ધ્યાને લઇ મહાસંઘ માં ર.કા ની મુવાડી પ્રાથમિક શાળા ના પટેલ હસુમતીબેન ની સર્વાનુમતે કાલોલ તાલૂકા મહિલા ઉપાધ્યક્ષ તથા ભાદરોલી ખુર્દ શાળાના નિમિષાબેન જી પટેલ ની મહિલા સહમંત્રી તરીકે વરણી કરવામાં આવી.ડેરોલ સ્ટેશન પગાર કેન્દ્ર ના ભાનુભાઈ પરમાર ની જિલ્લા કારોબારી તરીકે પણ વરણી કરવામાં આવી હતી.ત્યારબાદ જિલ્લા મહાસંઘ ની મળેલ સૂચના મુજબ દરેક હોદ્દેદારશ્રી એ ફરજીયાત તાલુકા પંચાયત ઓફિસ ખાતે મહિના ના પ્રથમ અને ત્રીજા શનિવાર ના રોજ બપોરના 12.00 થી 1.00 કલાકે શિક્ષકો ના પ્રશ્નો ને વાચા મળે તે હેતુ થી હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. કાલોલ તાલુકા માં મહિલા શિક્ષિકા બહેનો ના મુંઝવતા પ્રશ્નો માટે અલગ થી મહિલા વોટ્સપ ગ્રુપ ચાલુ કરવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અંતમાં જિલ્લા મંત્રીશ્રી એ તાલુકાના પડતર પ્રશ્નો સાંભળી તેનો વહેલી તકે   સુખદ નિકાલ કરવાની ખાત્રી આપેલ હતી. તથા કાલોલ માં વધુમાં વધુ સભાસદો બને અને સંઘઠન મજબૂત બને એવા પ્રયત્નો કરવાની સાથે કર્તવ્ય બોધ દિન ની ઉજવણી માટે તાલુકા ના તમામ શિક્ષકો જોડાય એવું આયોજન કરવા જણાવ્યું હતું. અંતે રાષ્ટ્રગીત નું ગાન કરી બેઠક ની પુર્ણાહુતી કરવામાં આવી હતી

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..