Back

આહવા સરકારી વિજ્ઞાન કોલેજના ૬૨ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ટેકનોલોજીના વિકાસ સાથે કદમ મિલાવવા માટે વિદ્યાર્થીઓને સરકારશ્રીની યોજના અંતર્ગત ટેબ્લેટ અર્પણ કરાયા..

( વઘઈ-ડાંગ) તા.૧૮ઃ સરકારી વિજ્ઞાન કોલેજ આહવા(સેમીનાર હોલ) ખાતે તા.૧૬-૦૧-૨૦૨૦ ના રોજ આચાર્ય શ્રી એન.એમ.ટંડેલ ના અધ્યક્ષ સ્થાને શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માં પ્રવેશ મેળવેલ એફ.વાય.બી.એસ.સી ના કુલ-૬૨ વિદ્યાર્થીઓને ના ટેબ્લેટ વિતરણ કરાયા હતા. સરકારશ્રીની ટેબ્લેટ પુરા પાડવાની યોજના અંતર્ગત રૂા.૧૦૦૦/- ટોકન ફી સાથે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ મેળવવા અરજી કરેલ હતી. જૈ પૈકી તમામ વિદ્યાર્થીઓની અરજી મંજૂર થયેલ હતી.

આચાર્ય શ્રી એન.એમ.ટંડેલે સમારંભમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ટેકનોલોજીની ઉપયોગિતા અને ટેકનોલોજીના વિકાસ સાથે કદમ મિલાવવા માટે વિદ્યાર્થીઓને સરકારશ્રીની આ યોજના અંતર્ગત ટેબ્લેટ પુરા પાડવા અને વિદ્યાર્થીઓ પોતાની ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના ઘડતર માટે ટેકનોલોજીનો હાથવગો ઉપયોગ કરી શકે તેવા સરકારશ્રી ના અભિગમને સાર્થક બનાવવા અનુરોધ કર્યો હતો.વધુમાં ટેકનોલોજીનો સુચારૂ ઉપયોગ કરી વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાની શૈક્ષણિક સજ્જતા વધારી,કારકિર્દી ના ઘડતરથી યોજના ફળદાયી બની રહેશે. ત્યારે જ સરકારશ્રીની યોજના ચરિતાર્થ થઇ ગણાશે.

ટેબ્લેટ વિતરણના આ પ્રસંગે કોલેજ સ્ટાફ,અધ્યાપકો અને તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સિ.કલાર્ક કમલેશભાઈ સી.ગામીત અને અધ્યાપકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ અંગ્રેજી વિષયના મદદ.પ્રાધ્યાપક શ્રી નિકુંજભાઈ લાડે કરી હતી.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..