Back

અરવલ્લી :સાયરા ગામની યુવતીના મોત ના કેસમાં CID ક્રાઇમ ને તપાસ સોપાઈ તેમજ PI એન કે રબારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા

અહેવાલ 

મોડાસા તાલુકાના ગામે યુવતિના મોત સામે તપાસમાં બેદરકારી દાખવનાર પીઆઇને સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. યુવતિના પરીજનોની રજુઆત બાદ ન્યાય સંગત ફરજમાં પીઆઇ દ્રારા ઘોર બેદરકારી દાખવતાં નિષ્ફળ ગયા હોવાનું સ્પષ્ટ થયુ છે. જેમાં કેસની ગંભીરતાને પગલે પોલીસ વિભાગ દ્રારા પીઆઇ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે યુવતીના મોત કેસમાં DGP શિવાનંદ ઝાએ CID ક્રાઈમને તપાસ સોંપી SITની રચના કરી છે.


અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરાની યુવતીના મોતના કેસમાં યુવતીના પરિજનો ચીફ સેક્રેટરી અને રાજ્યના પોલીસ વડાને મળ્યા હતા. જેમાં મોતની ઘટનાને ગંભીરતાથી લઈ DGP શિવાનંદ ઝાએ પીઆઇ રબારીને સસ્પેન્ડ કરી તપાસમાં ફેરબદલ કર્યો છે. સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી ડીઆઈજી ગૌતમ પરમારની આગેવાનીમાં એક SITની રચના કરવામાં આવી છે.


સુત્રોએ જણાવ્યુ હતુ કે, મોડાસામાં જાહેર માર્ગ પરથી યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરવાના બનાવમાં પરિવારજનોને ન્યાય અપાવવા ગાંધીનગર ખાતે શનિવારે વિવિધ સંસ્થાઓ દ્વારા દલિત મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા મુખ્ય સચિવ પાસેથી એક્શન ટેકન રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે.

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..