Back

કેવડીયા : એશિયાનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન કામગીરી પૂર્ણ થયેથી કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધીના લોકો આવી શકશે : પિયુષ ગોયેલ

કેવડીયા : એશિયાનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન કામગીરી પૂર્ણ થયેથી કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધીના લોકો આવી શકશે : પિયુષ ગોયેલ

કેન્દ્રિય રેલવે મંત્રી પિયુષ ગોયેલ અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે કેવડીયામાં નિર્માણ પામી રહેલા એશિયાના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનની કામગીરીનું કર્યું સ્થળ નિરીક્ષણ

રાજપીપલા : જુનેદ ખત્રી

કેન્દ્રિય રેલવે મંત્રી પિયુષ ગોયેલ તેમજ તેમની સાથે ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી ,આ મુલાકાત-પ્રવાસમાં કેન્દ્રીય રેલ્વે મંત્રીના ધર્મપત્ની સીમા ગોયેલ પણ જોડાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

ત્યારબાદ કેન્દ્રિય રેલ્વે મંત્રીશ્રી પિયુષ ગોયેલ અને ગુજરાતના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કેવડીયામાં નિર્માણ પમી રેહેલાં એશિયાના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને સ્થળ ઉપર જરૂરી સુચના અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું .આ મુલાકાત દરમિયાન રેલવે બોર્ડના ચેરમેન વિનોદ યાદવ, જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર મનોજ કોઠારી, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અને નાયબ વહિવટદાર નિલેશ દુબે, રેલ્વે વિભાગના જનરલ મેનેજર આલોક કશાલ, દેવેન્દ્ર કુમાર, પ્રાંત અધિકારી કે.ડી.ભગત વગેરે પણ જોડાયા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજની આ મુલાકાત લઇને મને લાગે છે સરદાર સરોવર ડેમ થકી ગુજરાતનો વિકાસ થયો છે. તેની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના કરાયેલા નિર્માણ થકી ગુજરાત અને દેશની નવી ઓળખ વિશ્વમાં પણ બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા અહીં પ્રવાસીઓ-મુલાકાતીઓની સંખ્યા વધતી જઇ રહી છે. આવનારા દિવસોમાં મને લાગે છે કે, એક દિવસમાં ૧ લાખ જેટલાં મુલાકાતીઓ આવવાની સંભાવના છે. અહીં પ્રવાસીઓને પૂરતી સુવિધાઓ પણ મળી રહે છે, જેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. કેવડીયામાં નિર્માણ પામી રહેલા રેલ્વે સ્ટેશનની કામગીરી પૂર્ણ થયેથી કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધીના લોકો પણ અહીં આવી શકશે. 

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..