Back

"બેટી પઢાવો, બેટી બચાવો"યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

માહિતી બ્યુરો. પાટણ.


પ્રહલાદ વ્યાસ. વાત્સલ્ય ન્યૂઝ. પાટણ.


“બેટી પઢાવો, બેટી બચાવો” યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

શિક્ષણ સમાજમાં બદલાવ લાવી શકે છે

ર્ડા.રાજુલબેન દેસાઇ 


પાટણ હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, રંગભવન ખાતે જિલ્લા વહિવીટી તંત્ર અને મહિલા બાળ વિકાસ વિભાગના સંયુકત ઉપક્રમે “બેટી પઢાઓ, બેટી બચાવો” યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યશ્રી ડૉ.રાજુલબેન દેસાઇના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે ર્ડા.રાજુલબેન દેસાઇએ જણાવ્યું હતુ કે, શિક્ષિત સમાજમાં મહિલા અત્યાચારના બનાવો નહિવત બને છે. શિક્ષણ થકી સમાજમાં બદલાવ લાવી શકાય છે. પાટણ ટીમ મહિલા ઉત્કર્ષ માટે ઉત્તમ કામગીરી કરી રહી છે. મહિલાઓમાં શક્તિનો સ્ત્રોત સમાયેલ છે. તેનો સદમાર્ગે ઉપયોગ કરવો જોઇએ, સામાન્ય જ્ઞાન શક્તિશાળી બનાવવા દિકરીઓને અનુરોધ કર્યો હતો. મહિલાઓ સંસ્કારના મર્યાદામાં રહી કામ કરે છે, મહિલોઓમાં અપાર શક્તિનો સંગ્રહ છે જેને ઉજાગર કરવાની જરૂરીયાત છે. ભારત અને રાજય સરકાર મહિલાઓ માટે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા માટે ખૂબજ યોગદાન આપેલ છે. જેનાથી મહિલાઓ સમાજમાં સુરક્ષિત છે. ભારત સરકારે મહિલાઓ ઉપર થતા અત્યાચારોથી રક્ષણ મેળવવા માટે જિલ્લા સેન્ટર ધારપુર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટની જાણકારી વધુમાં વધુ પ્રજા સુધી લઇ જવા અધિકારીઓને સુચના આપી હતી. જેનાથી બહેનોને સમાધાનનો બેઝ મળી રહેશે. બહેનોને ફક્ત શિક્ષણ આપો, તોઓ પોતાની કારકિર્દીનો માર્ગ આપોઆપ મેળવી લેશે. સરકારની યોજનાઓનો દરેક મહિલાઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર સરકાર દ્વારા મહિલાલક્ષી કાર્યક્રમો યોજી મહિલાઓમાં જાગૃતી લાવવાનું કામ કર્યું છે. સમાજમાં મહિલાઓ ઉપર અત્યાચાર થાય, અપમાન થાય, દુરદશા થાય તેના માટે શિક્ષણ મેળવેલ બહેનો ઢાલ બની ઉભા રહેશે. તમારી પાસે સહકારની અપેક્ષા છે. મહિલાઓનું નેતૃત્વ સંભાળી તમારી શક્તિને બહાર લાવો. કુરિવાજોની બદીને નેસ્તનાબુદ નાબૂદ કરો, આજની દીકરી આવતીકાલની માતા છે. જાગો સમાજમાં થતા અન્યાય સામે લડી પોતાના હક્કો મેળવો. 

રાજ્ય સરકારની સ્પંદન કાર્યક્રમમાં લાભ લીધેલ બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તેમજ નવજાત બાળકોની માતાઓની બેબી કીટ મહાનુભાવો દ્વારા એનાયત કરવામાં આવી હતી. વાલી દિકરી યોજના હેઠળ પ્રમાણપત્ર એનાયત અને વિધવા બહેનોને વિધવા સહાયના ચેક  એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઇ પટેલ, મધુબેન સેનમા, ભગવતીબેન દેસાઇ, જોત્સનાબેન રાજપૂત, સુલોચનાબેન, ગીતાબેન સોલંકી, હેતલબેન પ્રજાપતિ, કિરણબેન ગજ્જર, ભગવતીબેન રાવલ, શારદાબેન ઠક્કર, આશાબેન પટેલ, અધિકારીગણ, કર્મચારીઓ, વિદ્યાર્થીનીઓ, આંગણવાડી કાર્યકર, ભગીની સમાજની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..