Back

હળવદમાં ભવ્ય સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


હળવદ તાલુકા ના સપૂત ભારત ના ખ્યાતનામ કિડની સ્પેશિયાલિસ્ટ ડોકટર પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી સાહેબ ની પુણ્ય સ્મૃતિ માં ભવ્ય સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાશે 

યુવાનો ને બહોળી સંખ્યા માં સ્વૈચ્છીક  રક્તતદાન કેમ્પ માં રક્તદાન કરી "રક્તદાન , મહાદાન" સૂત્ર ને ચરિતાર્થ કરવા આહવાન

હળવદ તાલુકા ના ચરાડવા ગામ ના વતની અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં કિડની વિભાગ ના પ્રણેતા પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી સાહેબ ની પુણ્ય સ્મૃતિ માં હળવદ ચેમ્બર ઓફ કોમર્સ અને શિશુમંદિર હળવદ દ્વારા ભવ્ય સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું તારીખ:-૧૮/૧/૨૦૨૦ ને શનિવાર ના રોજ સવારે :-૯:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી શિશુમંદિર ,સરા રોડ ,હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પ માં જે  રક્ત (લોહી) ની બોટલ એકત્રિત થશે તે સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગ માં ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે ૧૮ થી ૫૫ વર્ષ સુધી ના વ્યક્તિઓ માતાઓ બહેનો રક્તદાન કરી શકે છે જ્યારે હળવદ તાલુકા નું ગૌરવ દેશ દુનિયા માં જેમણે વધાર્યું છે અને વર્ષો પહેલા ફોરેન કન્ટ્રી માં કરોડો રૂપિયા ની ધીગતી કમાણી છોડી પોતાના વતન ગુજરાત માં ગુજરાત રાજ્ય ના અને દેશભર ના કિડની ના રોગ થી પીડિત દર્દીઓ ની સેવા માટે જમણે પોતાની જિંદગી ખપાવી દીધી એમાંય હળવદ ઝાલાવાડ ના દર્દીઓ ને પણ વિશેષ ચિંતા કરી છે તેવા મહામાનવ પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી સાહેબ ની પુણ્ય સ્મૃતિ માં યોજાયેલ રકતદાન કેમ્પ માં બહોળી સંખ્યા માં રક્તદાન કરી અને આ ભગીરથ-પુણ્ય ના કાર્ય માં નિમિત બનવા સૌ ને અનુરોધ કરવામાં આવે છે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..