Back

ભરૂચની મદીના હોટલ પાસે CAA,NRC,NPR ના વિરોધમાં મુસ્લિમ મહિલાઓનું સંમેલન યોજાયું

મોદી અને શાહ નાં CAA/NRC જેવા તગલખી કાળા કાયદા નાં વિરોધ માં ત્રણ દરગાહ મહંમદ પુરા માં  મહિલાસભા યોજાઈ આજરોજ ત્રણ દરગાહ, મહંમદ પુરા ભરૂચ ખાતે બધાંરણ વિરોધી CAA/NRC એવા કાળા કાયદા રદ કરવા માટે ભરૂચ ની જાગૃત અને શિક્ષિત સેંકડો ની સંખ્યા માં સમસ્ત મુસ્લિમ સમાજની  મહિલાઓની જનમેદની સભા માં ઉમટી પડી નારી તું અબલા નહીં નારી તું નારાયણી આજનાં કાર્યક્રમ માં ઉપર દર્શાવેલા કહેવત ને સિધ્ધ કરી રહી હોય તેમ આજની શિક્ષિત અને જાગૃત મહિલા તમામ ક્ષેત્રે આગળ પડતી અને પોતાનું આગવું સ્થાન ધરાવે છે આવા સમયે પોતાના દેશની એકતાં ને તોડતો અને દેશના બંધારણ ના વિરોધી તઘલખી એવા કાળા કાયદા નાં વિરોધ માં આક્રમક સાથે સુત્રોચાર કરી આખા વિસ્તાર ને ગુંજતું કરી દીધું હતું આ કાર્યક્રમમાં મહિલાઓમાં ખાસ ઉપસ્થિત શબીના મલેક, હુરબાનું, ફરીદાબેન પટેલ, તેમજ સામાજિક કાર્યકર હુંઝેફા પટેલ,  ઈમિત્યાજપટેલ, અબદુલભાઇ કામઠી જેવા અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી સરકારના આવા કાળા કાયદાના વિરોધમાં  સંમેલનને સફળ બનાવ્યું હતું


ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..