Back

નેત્રંગ : રાજયકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ માટે તાલુકા ના બે શિક્ષકો ની કૃતિઓ ની પસંદગી.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

રાજયકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ માટે નેત્રંગ તાલુકા ના બે શિક્ષકો ની કૃતિઓ ની પસંદગી થતા નેત્રંગ તાલુકા શિક્ષણ સમાજ માં ગૌરવ ની સાથે આનંદની લાગણી.

જિલ્લા શિક્ષણ અને તાલીમભાવન ભરૂચ દ્વારા તા.બીજી તેમજ ત્રીજી જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના પાંચમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો.

સદર ફેસ્ટિવલ માં જિલ્લાભર ની માધ્યમિક શાળાઓ માંથી કુલ્લે ૧૪ શિક્ષકોએ તેમજ પ્રાથમિક શાળાઓ માંથી ૪૦ શિક્ષકોએ ભાગ લીધો હતો. અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી.

આ ફેસ્ટિવલ માં નેત્રંગ તાલુકા ની એક માધ્યમિક શાળા તેમજ એક પ્રાથમિક શાળા ના શિક્ષકે ભાગ લીધો હતો.નેત્રંગ ગામમાં આવેલ મુખ્ય પ્રાથમિક કન્યા શાળા માં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક પટેલ પિયુષકુમાર જે. એ પોતાની કૃતિ રજૂ કરી હતી. જેનું શીર્ષક હતું "અંગ્રેજી શીખીએ આપણી રીતે" જ્યારે બિલોઠાખાતે આવેલ સરકારી માધ્યમિક  શાળાના આચાર્ય યોગેન્દ્રસિંહ એ. સિમોદરિયા એ પોતાની કૃતિ રજૂ કરી હતી જેનું નામ "રિંગિગ થ્રો મેનેજમેન્ટ" રજુ કરી હતી.

નેત્રંગ તાલુકાના બન્ને શિક્ષક મિત્રો ની શિક્ષણમાં નવતર પ્રયોગ માટે જિલ્લા કક્ષાએ પસંદગી  પામતા આ બન્ને શિક્ષકો રાજ્યકક્ષા એ યોજાનારા રાજકોટ ખાતે ના ફેસ્ટિવલ માં ભાગ લેવા માટે જશે જેને લઈને શિક્ષક આલમમાં આનંદની લાગણી.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..