Back

હળવદમાં મહર્ષિ ગુરુકુળ ખાતે ઈસરો ના એક્ઝિબિશન નો થયો પ્રારંભ.

હળવદમાં મહર્ષિ ગુરુકુળ ખાતે ઈસરો ના એક્ઝિબિશન નો થયો પ્રારંભ.   

સાંસદ મુકુંદભાઈ મુંજપરા ના હસ્તે ખુલ્લો મુકાયો

    હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ભારતની શ્રેષ્ઠ સંસ્થા ઈસરો નું એક્ઝિબિશન સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ મહેન્દ્ર ભાઈ મુંજપરા હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ એક્ઝિબિશન  ૧૭/ જાન્યુઆરી થી ચાલુ થયો છે અને ૧૮ મી જાન્યુઆરી સુધી  ચાલનાર છે 

ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન સ્થાપક અને આજે જેને ભારતના અંતરિક્ષ ક્ષેત્રે ના જનકની ઉપમા આપી છે તેઓ મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ એ સમગ્ર વિશ્વમાં ભારતની અંતરિક્ષ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે વિશ્વમાં બધા જ દેશોમાં મિત્રો આજે અગ્રેસર છે ત્યારે ઝાલાવાડ ની ધરતી માં બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય ઝાલાવાડ ની આરતી ભારતને આવા મહાન વૈજ્ઞાનિકો આપે તે હેતુથી ઈસરો મહર્ષિ ગુરુકુળ ના આંગણે બે દિવસ એક્ઝિબિશનુ આયોજન કરવામાં આવ્યું છે એક્ઝિબિશનમાં અંતરીક્ષ ડોક્યુમેન્ટરી , ચંદ્રયાન ,મંગલયાન, ગગનયાન સેટેલાઈટ, લોંચ વ્હીકલ, ઓરબીટર, સાઉન્ડી રોકેટ, સ્પેસ વહીકલ, કોમ્યુનિકેશન એપ્લિકેશન સહિત મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું આ એક્ઝિબિશનમાં   ઇસરોના  અધિકારીઓ,  સાંસદ મહેન્દ્ર ભાઈ મુંજપરા, મહર્ષિ ગુરુકુલના એમ.ડી. રજનીભાઈ સંઘાણી રાજુભાઈ ચનિયારા ,અશોકભાઈ  ગેલોત તેમજ સામાજિક ,રાજકીય શૈક્ષણિક ક્ષેત્રના  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . આ એક્ઝિબિશનથી વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અવનવા સાધનો અને તેની કામગીરી વિશે જાણકારી મેળવતા રહ્યા છે અને મેળવી શકશે પણ તારીખ ૧૮મી સુધી એક્ઝિબિશન ચાલનાર છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશન નિહાળવા નો લાભ લઇ રહ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહર્ષિ ગુરુકુળ ના મેનેજીંગ ટ્રસ્ટી   રજનીભાઈ સંઘાણી સહિતના ટ્રસ્ટી ગણો તેમજ શિક્ષક પરિજનો જહેમત ઉઠાવી રહ્યા છે


હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..